Gujarati Video : સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડયો, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Surendranagar Rain

Follow us on

Gujarati Video : સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડયો, વાતાવરણમાં ઠંડક પ્રસરી

| Edited By: | Updated on: Apr 27, 2023 | 10:53 PM

હવામાન વિભાગની આગાહી મુજબ ખેડૂતો માટે વધુ એક વાર માઠા સમાચાર સામે આવ્યા છે. જેમાં આગામી 5 દિવસ માવઠું પીછો નહિ છોડે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ રહેશે. આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી દિવસમાં મોટા ભાગના જિલ્લામાં કમોસમી વરસાદની શકયતા છે.

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, દૂધરેજમાં વરસાદ પડ્યો હતો. લખતર, લીંબડી, ધ્રાગંધ્રા સહિતના વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. જેમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

આગામી દિવસમાં મોટા ભાગના જિલ્લામાં કમોસમી વરસાદની શકયતા

જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ખેડૂતો માટે વધુ એક વાર માઠા સમાચાર સામે આવ્યા છે. જેમાં આગામી 5 દિવસ માવઠું પીછો નહિ છોડે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ રહેશે. આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી દિવસમાં મોટા ભાગના જિલ્લામાં કમોસમી વરસાદની શકયતા છે.

રાજ્યમાં આગ ઝરતી ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ગરમીથી રાહત મળશે. તેમજ વાદળ છાયુ વાતાવરણ રહેશે. આ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…