Gujarati video: અમદાવાદના માણેકચોક ખાણીપીણી બજારમાં ફરી મુકાયા ટેબલ ખુરશી

|

Mar 18, 2023 | 12:02 AM

વેપારીનું કહેવું છે કે અમારે વેપારીઓ વચ્ચે કોઇ આતંરિક વિવાદ નોહતો. અહીંના સ્થાનિકોની કેટલીક મુશ્કેલીને કારણે પોલીસે ખુરશી હટાવવા કહ્યું હતું પરંતુ હવે શાંતિથી અને કોઇને નડતર રૂપ ન થાય તેમ બજારમાં ખુરશી ટેબર રાખવા તેવી બાંહેધરી બાદ પોલીસ સાથે સમાધાન થયું છે. હવે સમાધાન થતાં ફરી બજાર ધમધમતુ થયું છે.

અમદાવાદ શહેરની એક આગવી ઓળખ એવા માણેકચોક બજારમાં રોનક પાછી ફરી છે અને  છેલ્લા પાંચ દિવસના વિવાદ બાદ ફરી માણેકચોક બજાર ધમધમતું થયું છે. બજારમાં ફરી ટેબલ ખુરશી મુકાતા મોટી સંખ્યામાં લોકો ખાણીપીણી માટે ઉમટ્યાં હતા.   માણેકચોક વિવાદ અંગે પોલીસની દરમિયાનગીરી બાદ સમાધાન થયું છે. જેને લઇ ખાણીપીણી બજાર રાબેતા મુજબ શરૂ થયું છે.

મહત્વનું છે કે છેલ્લા 5 દિવસથી માણેકચોકની રોનક ફિક્કી પડી હતી અને માણેકચોકમાં ખાવા આવતા લોકો ટેબલ ખુરશી વિના નીચે બેસીને જમવા મજબૂર બન્યાં હતા. તો કેટલાક તો ટેબલ ખુરશી ન જોતા ખાધા વિના જ પરત ફરી રહ્યા હતા. જો કે હવે સમાધાન થતાં ફરી બજાર ધમધમતુ થયું. તો વેપારીનું કહેવું છે કે અમારે વેપારીઓ વચ્ચે કોઇ આતંરિક વિવાદ નોહતો. અહીંના સ્થાનિકોની કેટલીક મુશ્કેલીને કારણે પોલીસે ખુરશી હટાવવા કહ્યું હતું પરંતુ હવે શાંતિથી અને કોઇને નડતર રૂપ ન થાય તેમ બજારમાં ખુરશી ટેબર રાખવા તેવી બાંહેધરી બાદ પોલીસ સાથે સમાધાન થયું છે.

શું હતી ઘટના?

અમદાવાદની રોનક ગણાતા મણેકચોક ખાણીપીણી બજારમાં  છેલ્લા થોડા દિવસથી વિવાદ ઉભો થયો હતો.  દિવસ  દરમિયાન સોના-ચાંદીની દુકાનોથી ધમધમતા  પ્રખ્યાત માણેકચોકમાં  રાત પડતાં જ ખાણીપીણી બજાર શરૂ થઈ જાય છે. છેલ્લા 60 કરતા પણ વધુ વર્ષથી અહીં લોકો રાત પડે તે સાથે જ ચટાકેદાર સ્ટ્રીટ ફૂડનો ચટકારો લેવા પહોંચી જતા હોય છે.  પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી પોલીસે વર્ષોથી અહીં ધંધો કરતા લોકોને રસ્તા પર ટેબલ-ખુરશી ન મૂકવા માટે આદેશ આપી દીધો  હતો.  જેના કારણે માણેકચોકમાં ખાણી-પીણીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ રસ્તા પર તાડપત્રી પાથરીને ગ્રાહકોને જમાડી રહ્યા  હતા

અને અહીં પરિવાર સાથે આવતા લોકોનેે પણ બેસવામાં તકલીફ પડી રહી હતી. ખાસ કરીને ઉંમરલાયક લોકોને. જોકે વિવાદનો સુખ અંત આવતા ફરીથી અહીં  લોકો ટેબલ ખુરશી ઉપર બેસીને જમતા જોવા મળ્યા હતા.

મોડી રાત સુધી ચાલતું ખાણીપીણીનું બજાર

માણેકચોકનું બજાર એવું છે જે મોડી રાત સુધી ચાલુ રહે છે, અને  અમદાવાદના  લોકો પોતાને ત્યાં આવતા બહારગામના તેમજ દેસ વિદેશના મહેમાનોને આ બજારના ફૂડની લિજ્જત માણવા લઇને આવતા હોય છે  તેજમ અમદાવાદીઓ  પણ વારે તહેવારે તેમજ વીકએન્ડમાં માણેકચોકની મુલાકાત લેતા હોય છે.

 

Published On - 11:59 pm, Fri, 17 March 23

Next Video