Gujarati Video : મુમતપુરા ઓવર બ્રિજના લોડ ટેસ્ટિંગની કામગીરી શરૂ, સામગ્રીના નમૂના લેવાશે

|

May 09, 2023 | 12:31 PM

2021માં મુમતપુરા ઓવર બ્રિજનો((Mumtpura Bridge) એક હિસ્સો ધરાશાયી થયો હતો, જ્યારે કોન્ટ્રાક્ટરની બેદરકારીને પગલે અઢી વર્ષ  સુધી બ્રિજનું કામ બંધ રહ્યું હતું.જો આ પહેલા પોલીસ અને FSLની ટીમો બ્રિજની મુલાકાત લઈ અને સરકારી પંચોની હાજરીમાં સિમેન્ટ, કપચી, સળીયા સહિતની ચીજવસ્તુઓના નમૂના લેવામાં આવશે.

અમદાવાદ (Ahmedabad)  શહેરના  વર્ષ 2021માં બનેલા મુમતપુરા બ્રિજનો(Mumtpura Bridge)  વચ્ચેનો ભાગ ધરાશાયી થયા બાદ તેની ગુણવત્તાને લઇને અનેક સવાલો ઉભા થયા છે. જેના પગલે બ્રિજનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું. જ્યારે આજે  મુમતપુરા ઓવર બ્રિજના લોડ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.  જેમાં હાલ 22 ટનની 4 ટ્રકો લગાવી બ્રિજનો લોડ ટેસ્ટિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ અધિકારીઓની હાજરીમાં સંપૂર્ણ તપાસ થયા બાદ બ્રિજને ખુલ્લો મુકાશે.

2021માં મુમતપુરા ઓવર બ્રિજનો એક હિસ્સો ધરાશાયી થયો હતો, જ્યારે કોન્ટ્રાક્ટરની બેદરકારીને પગલે અઢી વર્ષ  સુધી બ્રિજનું કામ બંધ રહ્યું હતું.જો આ પહેલા પોલીસ અને FSLની ટીમો બ્રિજની મુલાકાત લઈ અને સરકારી પંચોની હાજરીમાં સિમેન્ટ, કપચી, સળીયા સહિતની ચીજવસ્તુઓના નમૂના લેવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે વર્ષ 2021માં મુમતપુરા બ્રિજનો વચ્ચેનો ભાગ ધરાશાયી થયો હતો.બ્રિજમાં વાપરવામાં આવેલા મટેરિયલની ગુણવત્તા સામે સવાલ સર્જાતા રણજીત બિલ્ડકોનને બ્લેકલિસ્ટ કરીને બાંધકામ અટકાવી દેવાયું હતું.જો કે અન્ય કંપની આગળ ન આવતા ફરીવાર રણજીત બિલ્ડકોનને કામ સોંપાયું હતું.હવે આ બ્રિજ આગામી 12 મેના રોજ ખુલ્લો મુકવામાં આવશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 12:24 pm, Tue, 9 May 23

Next Video