Gujarati Video: બનાસકાંઠામાં બે વર્ષથી ગુમ યુવકનો LCBએ ઉકેલ્યો ભેદ, પ્રેમિકાના ખેતરમાં કર્યો હતો આપઘાત

|

Jun 04, 2023 | 12:04 AM

Banaskantha: ભાભરમાં બે વર્ષથી ગુમ થયેલા શખ્સનો આખરે LCBએ ભેદ ઉકેલ્યો છે. યુવકેની તેની જ પ્રેમીકાના ખેતરમા આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ પ્રેમિકાએ તેના પતિ અને અન્ય શખ્સ સાથે મળી મૃતદેહને કેનાલમાં ફેંક્યો હતો.

Banaskantha:   ભાભરમાં બે વર્ષથી ગુમ થયેલા શખ્સનો LCBએ ભેદ ઉકેલી નાખ્યો છે. તપાસમાં ગુમ થયેલા શખ્સે પોતાની પ્રેમિકાના ખેતરમાં આપઘાત કરી લીધો હોવાની અને મૃતકની પ્રેમિકા, તેના પતિ અને અન્ય એક શખ્સે ભેગા મળીને મૃતદેહનો કેનાલમાં નિકાલ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઘટનાની વાત કરીએ તો ભાભર તાલુકાના સુથાર નેસડી ગામના રમેશ ઠાકોર ગુમ થયા હોવાની બે વર્ષ પહેલા ફરિયાદ નોંધાઇ હતી. પ્રાથમિક તપાસમાં માહિતી મળી કે રમેશ ઠાકોરને નેસડા ચેમ્બુઆ ગામની અને તેની ધર્મની બહેન રમીલા માળી નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. આ રમીલા માળી અન્ય વ્યક્તિ સાથે પ્રેમસંબંધો રાખતી હોય તેવો વહેમ રાખી રમેશ ઠાકોરના રમીલા માળી સાથે અવારનવાર ઝઘડા થતા હતા. આપઘાત કરતા પહેલા મૃતકે ઓડિયો ક્લિપ બનાવી હતી. જેમાં મૃતક જણાવી રહ્યો છે કે તેની પ્રેમિકા રમીલા માળી તેને બલેકમેલ કરી રૂપિયા પડાવતી હતી. તથા તેના અન્ય પ્રેમી સાથે મળીને માનસિક ત્રાસ આપતી હતી.

આ પણ વાંચો : Gujarati Video : બનાસકાંઠાના રાજપુરમાં ઘરકંકાસમાં પરિણીતાએ આપઘાત કર્યો

મૃતકે પ્રેમિકાના ખેતરમાં આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતા અને મોબાઇલમાંથી ઓડિયો રેકોર્ડ મળી આવતા પ્રેમિકા તેના પતિ અને અન્ય પ્રેમીએ મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી કોથળામાં ભરી કેનાલમાં નિકાલ કર્યો હતો. આ સાથે પરિવારજનોને ગેરમાર્ગે દોરવા આરોપીઓએ મૃતકના મોબાઈલનો ઉપયોગ કરી આપઘાત કરનાર રમેશ ઠાકોર જીવિત હોય તેવું સાબિત કરી રહ્યા હતા. આખરે LCBએ ગુનાનો ભેદ ઉકેલી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના અને તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video