Gujarati Video:કલોલ GIDCમાં સહયોગ કેમિકલ કંપનીએ ગેસ છોડતા દોડધામ, સ્વામિનારાયણ ગુરુકુળની ત્રણ વિદ્યાર્થિનીઓ બેભાન

|

Feb 04, 2023 | 11:06 PM

ગાંધીનગર જિલ્લાની કલોલ GIDCમાં સહયોગ કેમિકલ નામની કંપનીએ ગેસ છોડતા દોડધામ મચી છે. જેના લીધે સ્વામિનારાયણ ગુરુકુળની ત્રણ વિદ્યાર્થિનીઓ બેભાન થઈ હતી. આ વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટનાના પગલે સ્થાનિક મામલતદારે પ્લાન્ટ તાત્કાલિક બંધ કરાવ્યો છે.

ગાંધીનગર જિલ્લાની કલોલ GIDCમાં સહયોગ કેમિકલ નામની કંપનીએ ગેસ છોડતા દોડધામ મચી છે. જેના લીધે સ્વામિનારાયણ ગુરુકુળની ત્રણ વિદ્યાર્થિનીઓ બેભાન થઈ હતી. આ વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટનાના પગલે સ્થાનિક મામલતદારે પ્લાન્ટ તાત્કાલિક બંધ કરાવ્યો છે. જ્યારે સ્થાનિકો અને વિદ્યાર્થિનીના હોબાળા બાદ પોલીસ દોડતી થઈ છે. જેમાં સ્થાનિક MLA બકાજી ઠાકોર સહિત કલોલ તાલુકાનું સ્થાનિક તંત્ર થયું દોડતું છે. તેમજ GPCB ના અધિકારીઓને તાબડતોબ બોલાવાયા હતા. છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા હતા.

સ્થાનિક તંત્રએ GPCBના અધિકારીઓને બોલાવી સમગ્ર મામલે તપાસ કરાવી હતી. સાથેજ સ્થાનિક MLA બકાજી ઠાકોર પણ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો. અને કંપની સામે કડક પગલા લેવા તૈયારી બતાવી હતી. મહત્વનું છેકે, કલોલ GIDCની આ કેમિકલ કંપની છેલ્લા 2 વર્ષથી ગેસ છોડી રહી છે. જેના લીધે સ્થાનિકોને અનેક તકલીફો પડી રહી છે.

આ પણ  વાંચો : Breaking news : ગુજરાત સરકારનો મોટો નિર્ણય, બાર વર્ષ બાદ જંત્રી બમણી કરવાનો નિર્ણય

Published On - 10:12 pm, Sat, 4 February 23

Next Video