રાજકોટમાં જસદણના આંબરડીની જીવન બોર્ડિંગ સ્કૂલના ગૃહપતિ પર અત્યાચારનો આરોપ લગાવ્યો છે. જેમાં ધોરણ-8ના વિદ્યાર્થીને વીજ કરંટ આપ્યાનો પરિવારજનોનો આરોપ છે. જેમાં બાળકે સફાઇ કરવાનો ઇન્કાર કરતા ગૃહપતિએ વીજ કરંટ આપ્યાનો પરિજનોનો દાવો છે. જ્યારે ગંભીર રીતે દાઝેલો વિદ્યાર્થી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રાજકોટના જસદણના આંબરડીની જીવન બોર્ડિંગ સ્કૂલમાં વિદ્યાર્થીને લાગેલા વીજ કરંટે ભારે વિવાદ સર્જ્યો. એક તરફ બાળકના માતા-પિતાએ ગૃહપતિએ જ અત્યાચાર આચરી વિદ્યાર્થીને વીજ કરંટ આપ્યો હોવાનો આક્ષેપ કર્યો. બીજી તરફ ગૃહપતિ તેમજ બોર્ડિંગ સ્કૂલના કર્મચારીઓએ પરિવારજનોના તમામ આરોપો નકાર્યા.ગૃહપતિનું કહેવું છે કે વિદ્યાર્થી રીસેસમાં આંબલીના વૃક્ષ પર ચડતા તેને વીર કરંટ લાગતા તે નીચે પટકાયો… સમગ્ર મામલે ટીવી નાઇને અહેવાલ પ્રસારિત કર્યા બાદ પોલીસ વિભાગે તપાસ હાથ ધરી. પોલીસની પ્રાથમિક તપાસમાં પણ વિદ્યાર્થીને વૃક્ષ પર ચડવાથી વીજ કરંટ લાગ્યો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
જસદણના આંબરડીની જીવન બોર્ડિંગ સ્કૂલમાં ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને વીજ કરંટ લાગતા અફરાતફરી મચી ગઇ.ગંભીર રીતે દાઝેલા બાળકને તાત્કાલિક પહેલા જસદણ અને બાદમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો.બાળકના માતા-પિતાએ સ્કૂલના ગૃહપતિ પર અત્યાચારના ગંભીર આરોપો લગાવ્યા. પરિવારજનોએ આક્ષેપ કર્યો કે બાળકે સફાઇ કરવાનો ઇન્કાર કરતા ગૃહપતિએ વીજ કરંટ આપ્યો
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 4:38 pm, Fri, 7 April 23