Gujarati video: રાજકોટ સિવિલના ચોકમાં નશામાં ધૂત વ્યક્તિએ નગ્ન થઈ જાહેરમાં મચાવ્યો આતંક, જુઓ Viral Video
અહીં સિવિલ અધિક્ષકની કચેરીની પાછળથી જ દારૂની બોટલનો ઢગલો જોવા મળ્યો હતો. સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં વિદેશી દારૂની અનેક બોટલો પણ જોવા મળી છે. સારવારનું આ સ્થાન જાણે ગુનેગારોનું આશ્રય સ્થાન બન્યું હોય તેમ વારંવાર અહીં અસામાજિક તત્વો અહીં આતંક મચાવી રહ્યા છે.
રાજકોટમાં ફરી એક વખત દારૂબંધીના સરાજાહેર ધજાગરા ઉડી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ચોકમાં દારૂના નશામાં ધૂત થઈને એક શખ્સે આતંક મચાવ્યો હતો. આ દારૂડિયો વ્યક્તિ લથડીયા ખાતો શખ્સ જાહેર રોડ પર કપડાં કાઢીને નગ્ન થયો હતો. તેમજ તે સતત બબડાટ કરતો હતો.
આ શખ્સે નગ્ન હાલતમાં જ ફૂટપાથ પર ધામા નાંખ્યા હતા, એટલું જ નહીં રસ્તા પરથી પસાર થતી પેસેન્જર રિક્ષાની આડે ઉભો રહી ગયો હતો. નશાખોર વ્યક્તિ જાહેરમાં નગ્ન હાલતમાં ફરતો રહ્યો છતાં પોલીસ અજાણ હતી અને કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
શહેરમાં જાણે પોલીસની ધાક જ નથી
રાજકોટ શહેરમાં પોલીસની જાણે કે કોઇ ધાક જ ન હોય તેમ બેરોકટોકપણે લોકો નિયમો અને કાયદાનો ભંગ કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ ચોકમાં દારૂ પીધેલા શખ્સે નગ્ન હાલતમાં આતંક મચાવ્યો હતો. અગાઉ પણ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંથી મોટાપાયે દારૂની બોટલો મળી આવી હતી.
અહીં સિવિલ અધિક્ષકની કચેરીની પાછળથી જ દારૂની બોટલનો ઢગલો જોવા મળ્યો હતો. સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં વિદેશી દારૂની અનેક બોટલો પણ જોવા મળી છે. સારવારનું આ સ્થાન જાણે ગુનેગારોનું આશ્રય સ્થાન બન્યું હોય તેમ વારંવાર અહીં અસામાજિક તત્વો અહીં આતંક મચાવી રહ્યા છે. જેના કારણે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.