Gujarati Video: સુરતના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી, પોલીસે તપાસ શરૂ કરી

| Edited By: | Updated on: Apr 09, 2023 | 11:08 PM

સુરત ગ્રામ્યમાં વધુ એક દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી છે..માંગરોળના એક ગામની GIDCમાં 10 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું છે.અજાણ્યા શખ્સે સગીરાને ખેતરમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું.. દુષ્કર્મ બાદ નરાધમ ફરાર થઈ ગયો છે...જો કે સગીરાને સારવાર માટે હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી

સુરત ગ્રામ્યમાં વધુ એક દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી છે..માંગરોળના એક ગામની GIDCમાં 10 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું છે.અજાણ્યા શખ્સે સગીરાને ખેતરમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું.. દુષ્કર્મ બાદ નરાધમ ફરાર થઈ ગયો છે…જો કે સગીરાને સારવાર માટે હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.પાંચ દિવસ પહેલા સગીરા પોતાના સંબંધીના ત્યાં રહેવા આવી હતી..પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લઈ દુષ્કર્મ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરમાં પણ અન્ય ગુનાઓ નોંધાયા

આ ઉપરાંત  સુરત શહેરમાં પણ અન્ય ગુનાઓ નોંધાયા છે. જે મુજબ સુરતમાં રહેતી એક શિક્ષિકાને શાદી ડોટ કોમના આધારે સંર્પક કરી ઇન્ડિયા આવી તેની સાથે લગ્ન કરવાની વાત કરી 17.48 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. દિલ્હી એરપોર્ટ પર લંડન કરન્સીના ડી.ડી. સાથે પકડાયા સાથે એરપોર્ટથી બહાર નીકળવાના અલગ અલગ ચાર્જ પેટે શિક્ષિકા પાસેથી રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા, આ મામલે શિક્ષિકાએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નાઈઝેરીયન ગેંગને ઝડપી પાડી છે.

વિવિધ બહાના હેઠળ ટોળકી પડાવતી હતી નાણાં

સુરતમાં અવાર નવાર લોકો સાથે ઠગાઈની ઘટના બને છે.આ ભેજાબાજોની ગેંગ વિદેશથી ગીફ્ટ આવ્યું છે જેવા વિવિધ બહાના હેઠળ લોકો પાસેથી રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના ભૂતકાળમાં પણ સામે આવી ચુકી છે ત્યારે સુરતમાં આવી જ એક ઘટના ફરી બની હતી. જેમાં મહિલા શિક્ષીકા પાસેથી 17.48 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.

Published on: Apr 09, 2023 11:08 PM