Gujarati Video : સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈને હાઈકોર્ટનું કડક વલણ, કોર્પોરેશન અને GPCBએ નથી લીધા કડક પગલા : હાઈકોર્ટ

|

Aug 18, 2023 | 5:48 PM

કોર્ટે કહ્યું કે કોર્પોરેશન અને GPCB કોઈ કોંક્રિટ પગલાં લાધા નથી. કોઈ પ્લાનિંગ કે કોઈ રોડ મેપ નથી, કોઈ ટાઈમ લાઈન પણ નથી. માત્ર સોગંદનામા નહીં હકીકતમાં દેખાય એવું કામ થવું જોઈએ.

Ahmedabad : અમદાવાદની સાબરમતી નદીના (Sabarmati river) પ્રદુષણ મુદ્દે હાઇકોર્ટે AMCનો ઉધડો લીધો છે. કોર્ટે કહ્યું કે AMC અને GPCB કોઇ પગલા નથી લઇ રહ્યા. કોર્ટે આકરા શબ્દોમાં કહ્યુ કે કોઇ વિઝન વગરની કામગીરી ચાલે નહીં. કોર્ટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પણ ઝાટકણી કાઢી હતી.

આ પણ વાંચો Ahmedabad : સોલા સિવિલની મેડિકલ કોલેજના ભોયરાની ખૂબ જ ખરાબ સ્થિતિ, બેઝમેન્ટમાં મોટા પ્રમાણમાં પાણી લીકેજ

કોર્ટે કહ્યું કે કોર્પોરેશન અને GPCB કોઈ કોંક્રિટ પગલાં લાધા નથી. કોઈ પ્લાનિંગ કે કોઈ રોડ મેપ નથી, કોઈ ટાઈમ લાઈન પણ નથી. માત્ર સોગંદનામા નહીં હકીકતમાં દેખાય એવું કામ થવું જોઈએ. કોઈ વિઝન વગરની કામગીરી ચાલી શકે નહિ. તો હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, તમારા પ્રશ્નોનું સમાધાન તમારે જ કરવાનું છે. તમારા પ્રશ્નો બતાવીને કામગીરી નહિ બતાવો એ નહિ ચાલે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video