Gujarati Video: લેબલવાળા ગોળ પર 18 ટકાના બદલે હવે 5 ટકા GST કરાતા ગીરસોમનાથના ગોળ ઉત્પાદકોમાં આનંદની લાગણી

|

Feb 26, 2023 | 8:33 PM

Gir Somnath: ગીર સોમનાથના ગોળ ઉત્પાદકોમાં આનંદણી લાગણી વ્યાપી ગઈ છે. દેશી ગોળ પર સંપૂર્ણપણે GST નાબૂદ કરાયો છે, જ્યારે લેબલવાળા ગોળ પર હવે 18ને બદલે માત્ર 5 ટકા GST લેવાશે. જેનાથી ગોળ ઉત્પાદકોને મોટી રાહત મળી છે.

ગોળના ઉદ્યોગ પર GSTનો બોજો ઓછો થતા ગીરસોમનાથના ગોળ ઉત્પાદકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. દેશી ગોળ પર GST સંપૂર્ણપણે નાબૂદ કરાયો છે જ્યારે લેબલવાળા ગોળ પર હવે 18ને બદલે માત્ર 5 ટકા GST લેવાશે. જેથી ખેડૂતો અને ગોળના ઉત્પાદકોને મોટી રાહત મળી છે. ગોળનું હબ ગણાતા ગીરસોમનાથ જિલ્લામાં 220 રાબડાં ધમધમે છે. અહીં વાર્ષિક 25 લાખ ડબ્બાનું ઉત્પાદન થાય છે. પ્રાકૃતિક પદ્ધતિથી બનતા આ ગોળની દેશભરમાં માગ રહે છે.

કોટડા સાંગાણીમાં બનતા ઓર્ગેનિક ગોળની ભારે માગ

જેમ ગોળ બોલતાં જ મોં માં મીઠાશ આવી જાય છે, ત્યારે માર્કેટમાં મળતા ગોળ અને ખેતીમાં ઓર્ગેનિક ઢબે કેમિકલ કે કોઈ પણ જાતની ભેળસેળ વગર તૈયાર કરાયેલ ગોળમાં ખુબ જ મોટો ફરક છે. રાજકોટ-ગોંડલ વચ્ચે આવેલા કોટડા સાંગાણીના પ્રગતિશીલ ખેડૂતે દેશી ગોળનું ઉત્પાદન કરી ફાયદો મેળવે છે. ખેડૂતો શિયાળુ પાકમાં શેરડીનું વાવેતર કરી દેશી ગોળનું ઉત્પાદન કરે છે.

આ પણ વાંચો: કોટડા સાંગાણીના પ્રગતિશીલ ખેડૂતે દેશી ગોળનું ઉત્પાદન કરી નફો કમાયો, ઓર્ગેનિક ગોળની મીઠાશ લોકોને દાઢે વળગી 

સમગ્ર સૌરાષ્ટ્રમાં માત્ર કોટડા સાંગાણી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જ આ દેશી ગોળનું ઉત્પાદન વધુ જોવા મળે છે કારણ કે અહીંની જમીનમાં જ કુદરતી મીઠાશ રહેલી હોવાનુ ખેડૂતો જણાવે છે. ભાવની દ્રષ્ટિએ જાજો ફર્ક નથી પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિ એ ખુબ જ ગુણકારી અને સ્વાદિષ્ટ હોય છે. કોટડા સાંગાણી ગામે જાઓ એટલે અનેક દેશી ગોળના ફાર્મ હાઉસ જોવા મળે છે. ખરીદદાર જયારે ગોળ ખરીદવા જાય છે ત્યારે  દેશી ગોળ તૈયાર થતો હોઈ તે પ્રક્રિયાને નજરે નિહાળી શકે છે. ખરીદારની હાજરીમાં જ ગોળ તૈયાર કરવામાં આવે છે.

Next Video