Gujarati Video: ગાંધીનગર સ્ટ્રીટ વેન્ડિંગ માસ્ટર પ્લાન અમલમાં મૂકાતા લારી ગલ્લાવાળાને મળશે સુવિધા

|

Feb 10, 2023 | 2:06 PM

ગાંધીનગરમાં વધુ સુવિધાઓ ઉભી કરવા અને એક સ્વચ્છ , સુંદર અને દબાણ સાથે ગંદકી મુક્ત મહાનગર પાલિકાનું સપનું સાકાર બને એ માટે એક નવી પોલિસી અંતર્ગત ગાંધીનગર સેકટર 24 ખાતે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

રાજ્યમાં વધતા શહેરીકરણને કારણે ટ્રાફિક, દબાણ , ગંદકી ની સમસ્યા હોય કે પછી રોજી રોટી મેળવવા ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર કરી શહેરમાં આવતા ફેરિયાઓ અને લારી ગલ્લા વાળા હોય ધંધાનું આયોજન હોય આ તમામ માટે સુવિધાઓ ઉભી કરવાનું રાજ્યની મહાનગરપાલિકા કરતી હોય છે, ત્યારે ગાંધીનગરમાં પણ લારી ગલ્લા માટે નવી સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલમાં મૂકવામાં આવી છે.

મનપાના વધતા વિસ્તાર વ્યાપથી ટ્રાફિકની સમસ્યા સાથે રોજી રોટી મેળવવા માટે ગાંધીનગરમાં લારી ગલ્લા ઉભા રાખતા સ્ટ્રીટ વેન્ડર હોય મહાનગર પાલિકાએ એક પોલિસી અંતર્ગત ગાંધીનગરમાં વધુ સુવિધાઓ ઉભી કરવા અને એક સ્વચ્છ , સુંદર અને દબાણ સાથે ગંદકી મુક્ત મહાનગર પાલિકાનું સપનું સાકાર બને એ માટે એક નવી પોલિસી અંતર્ગત ગાંધીનગર સેકટર 24 ખાતે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

જેથી ત્યાં ધંધો કરતા 400 જેટલા લારી ગલ્લા વાળાઓને લાભ મળશે જેમાં મનપા દ્વારા પેવર બ્લોક સાથે પાર્કિંગ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો સીધો ફાયદો સ્ટ્રીટ વેન્ડર અને ખરીદી કરવા આવનાર જનતાને થશે. તેમજ પાર્કિગ સાથે ગંદકીમાંથી પણ છુટકારો મળશે.

આગામી આયોજનને લઈ મનપાનાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જસવંત ભાઈ એ જણાવ્યું હતું કે ગાંધીનગરનો જે ગતિથી વિકાસ થયો છે ત્યારે આજુબાજુના વિસ્તારના અને સ્થાનિક લોકો રોજગારી મેળવવા લારી ગલ્લા કે ટેન્ટના મધ્યમથી ધંધા રોજગાર કરતા હોય છે આ લોકો ને રોજગારી ન છીનવાય અને તેમને વિશેષ સુવિધા મળે તે માટે લાઈટ, ગટર, પાણીની સુવિધાઓ મળી રહે

Published On - 1:48 pm, Fri, 10 February 23

Next Video