Gujarati Video : તક્ષશિલા ફ્લેટમાં આગની ઘટના બાદ ફાયર વિભાગ સતર્ક, આગ લાગે ત્યારે શું કરવુ તેની ટ્રેનિંગ અપાઈ

|

Feb 05, 2023 | 3:04 PM

Ahmedabad News : આગ જેવી દુર્ઘટનાઓ સમયે શું તકેદારી રાખવી, કેવી રીતે પોતાનો અને અન્યનો જીવ બચાવવો. આ તમામ મુદ્દે ફાયર વિભાગની ટીમોએ જનજાગૃતિ અભિયાન છેડ્યું છે.

બહુમાળી ઇમારતમાં જો આગ લાગે તો શું કરવું ? નાગરિકોના આ સવાલનો જવાબ આપવા ફાયર વિભાગે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. એક તરફ શહેરમાં બહુમાળી ઇમારતોની સંખ્યા વધી રહી છે, તો બીજી તરફ આગની વધતી ઘટનાઓએ જોખમ પણ વધાર્યું છે. તાજેતરમાં જ અમદાવાદમાં શાહીબાગના ગ્રીન આર્કેડ ફ્લેટ અને એલિસબ્રિજના તક્ષશિલા ફ્લેટમાં આગની ઘટનાને લઇને સવાલો સર્જાયા હતા.

આવી દુર્ઘટનાઓ સમયે શું તકેદારી રાખવી, કેવી રીતે પોતાનો અને અન્યનો જીવ બચાવવો, આ તમામ મુદ્દે ફાયર વિભાગની ટીમોએ જનજાગૃતિ અભિયાન છેડ્યું છે. આ અભિયાનના ભાગરૂપે એલિસબ્રિજની તક્ષશિલા ફ્લેટમાં લોકોને માહિતગાર કરાયા. ફાયર વિભાગના જવાનો અને અધિકારીઓએ રહીશોને એ તમામ જાણકારી આપી જેની જરૂર હોય. આગ જેવી ઘટના સમયે શું કરવુ તે અંગે રહીશોને તાલીમ આપવામાં આવી હતી.

મહત્વનું છે કે બે દિવસ પહેલા એટલે કે 3 ફેબ્રુઆરીએ અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં તક્ષશિલા બિલ્ડિંગમા 12માં માળ પર આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 5 ગાડીઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડના જવાનોની ટીમની સાથે તેમના અધિકારી પણ દોડી આવ્યાં હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

Next Video