Gujarati Video: વડોદારમાં ઈ-ટોયલેટનો પ્રોજેક્ટ માત્ર કાગળ પર ! VMCને આવી રીતે સ્વચ્છતામાં રેન્કિંગ મળશે?

|

Apr 28, 2023 | 8:04 PM

કોર્પોરેશન સ્વચ્છતા રેન્કિંગમાં આવા કારણોસર પાછળ ધકેલાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને બચાવ કરવા કહ્યું, ઈ-ટોયલેટ અપગ્રેડ કરવાના હોવાથી મૂક્યા નથી. વહેલી તકે શહેરમાં નવા ઈ-ટોયલેટ મૂકવામાં આવશે.

વડોદરા કોર્પોરેશનનો ઈ-ટોયલેટ પ્રોજેક્ટ માત્ર કાગળ પર જોવા મળ્યો છે. પાંચ વર્ષ બાદ પણ કોર્પોરેશને શહેરમાં 150 ઈ-ટોયલેટ ન મુકતા આ પ્રોજેક્ટ સામે અનેક સવાલ ઉઠયા છે. વર્ષ 2017માં માત્ર 50 ઈ-ટોયલેટ પ્રાયોગિક ધોરણે મૂક્યા હતા. બાદમાં કોર્પોરેશને શહેરભરમાં 200 ઈ-ટોયલેટ પીપીપી ધોરણે મૂકવાની જાહેરાત કરી હતી. જે હજુ સુધી મુકાયા નથી. ઈ-ટોયલેટ પ્રત્યે હજુ પણ શાસકો અને અધિકારીઓ ગંભીર નથી અને 30 એપ્રિલ સ્વચ્છતા ઉત્સવનું નાટક કરશે.

આ પણ વાંચો: Gujarati Video: કચ્છ રતનાલમાં ભારે પવન સાથે કરાનો વરસાદ, માધાપર, કોટડા, નાડાપા ધાણેટીમાં વરસાદ

કોર્પોરેશન સ્વચ્છતા રેન્કિંગમાં આવા કારણોસર પાછળ ધકેલાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને બચાવ કરવા કહ્યું, ઈ-ટોયલેટ અપગ્રેડ કરવાના હોવાથી મૂક્યા નથી. વહેલી તકે શહેરમાં નવા ઈ-ટોયલેટ મૂકવામાં આવશે.

વિપક્ષ નેતાએ શાસક પક્ષ પર આકરા પ્રહાર કર્યાં હતા અને કહ્યું હતું કે કોર્પોરેશનના પ્રોજેક્ટ માત્ર કાગળ પર જોવા મળે છે. કયારેય તેની અમલવારી થતી નથી. મહિલાઓ માટે ઈ-ટોયલેટ ખૂબ ઉપયોગી હોય છે, પરંતુ કોર્પોરેશને તેની ગંભીરતા હજુ સુધી લીધી નથી. શું કોર્પોરેશનને આવી રીતે સ્વચ્છતામાં રેન્કિંગ મળશે? તેવો વિપક્ષ નેતાએ સવાલ કર્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video