Gujarati Video : બજેટ સત્ર દરમ્યાન સરકાર પેપર લીક પર બિલ લાવશે, સજાની હશે આવી જોગવાઈ

Gujarati Video : બજેટ સત્ર દરમ્યાન સરકાર પેપર લીક પર બિલ લાવશે, સજાની હશે આવી જોગવાઈ

| Edited By: | Updated on: Feb 16, 2023 | 5:33 PM

ગુજરાતમાં પેપરલીક કરનારાઓની હવે ખેર નથી.પેપરકાંડ જેવા કૌભાંડનો કાયમી નીવેડો લાવવા રાજ્ય સરકારે કડક હાથે કામ લીધું છે અને વિધેયક લાવવાની તૈયારી કરી છે.ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોને વિધેયકની કોપી આપવામાં આવી. રાજ્ય સરકાર બજેટ સત્ર દરમિયાન નવુ વિધેયક પસાર કરવા જઇ રહી છે

ગુજરાતમાં પેપરલીક કરનારાઓની હવે ખેર નથી. પેપરકાંડ જેવા કૌભાંડનો કાયમી નીવેડો લાવવા રાજ્ય સરકારે કડક હાથે કામ લીધું છે અને વિધેયક લાવવાની તૈયારી કરી છે.ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોને વિધેયકની કોપી આપવામાં આવી. રાજ્ય સરકાર બજેટ સત્ર દરમિયાન નવુ વિધેયક પસાર કરવા જઇ રહી છે.મહત્વપૂર્ણ છે કે નવા વિધેયક અંગે Tv9એ અગાઉ અહેવાલ દર્શાવ્યો હતો. Tv9એ ગત 7મી ફેબ્રુઆરીએ નવા વિધેયકની સંભવિત જોગવાઇઓનો પણ ખુલાસો કર્યો હતો.

ઓછામાં ઓછી 10 લાખ અને વધુમાં વધુ 1 કરોડના દંડની જોગવાઇ

આ વિધેયકની કોપીમાં દર્શાવવામાં આવેલી સજાની જોગવાઇ પર નજર કરીએ, તો દોષી પરીક્ષાર્થીને 2 વર્ષ પરીક્ષામાંથી બાકાત રાખવામાં આવશે, તો ઓછામાં ઓછી 7 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની સજાની પણ જોગવાઇ છે.આ સીવાય ષડયંત્ર રચનારને ઓછામાં ઓછી 10 લાખ અને વધુમાં વધુ 1 કરોડના દંડની જોગવાઇ છે,ગેરરીતિ કરનાર પરીક્ષાર્થીને ત્રણ વર્ષની કેદ અને એક લાખના દંડની જોગવાઈ છે.

એટલુ જ નહીં,દોષિતોની મિલ્કતો જપ્ત કરીને દંડની રકમ વસૂલવી, સંસ્થા કે વિભાગની સંડોવણી સામે આવશે તો પ્રતિબંધ અને ભરતી પરીક્ષાને લગતા તમામ ગુના બિનજામીનપાત્ર ગણાશે.સાથે જ પેપર કૌભાંડની તપાસ હવે DySP કક્ષાના અધિકારીઓ જ કરશે.

 

Published on: Feb 16, 2023 05:31 PM