Gujarati Video: ગુજરાતમાં બે વર્ષમાં 6,413 કરોડના નશીલા પદાર્થો ઝડપાયા, બે વર્ષમાં 197.56 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

| Edited By: | Updated on: Mar 18, 2023 | 10:08 AM

Gandhinagar: ગુજરાતમાં બે વર્ષમાં 6,413 કરોડના નશીલા પદાર્થો ઝડપાયા છે. જેમા રાજ્યમાં બે વર્ષમાં 197.56 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો છે. 3.99 કરોડનો દેશી દારૂ અને 10.51 કરોડનું બિયર જપ્ત કરવામાં આવ્યુ છે. પોલીસની રહેમ નજર હેઠળ રાજ્યમાં દારૂ આવતો હોવાનો આક્ષેપ કોંગ્રેસે ગૃહમાં કર્યો છે.

ગુજરાત વિધાનસભા ગૃહમાં દારૂ અને નશીલા પદાર્થો મુદ્દે વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે તડાફડી થઈ. ગુજરાતમાંથી પાછલા બે વર્ષમાં 6,413 કરોડના નશીલા પદાર્થો ઝડપાયા. જેમાં 197.56 કરોડનો વિદેશી દારૂ મળ્યો. તો 3.99 કરોડનો દેશી દારૂ અને 10.51 કરોડનું બિયર જપ્ત કરાયું. આ ઉપરાંત 6201 કરોડનું અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન, અને અન્‍ય ડ્રગ્‍સ પકડાયું. આ મુદ્દે અમિત ચાવડાએ પોલીસની રહેમ નજર હેઠળ અન્ય રાજ્યોમાંથી દારૂ ઘુસાડવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો.

ગુજરાતમાં પોલીસની રહેમ નજર હેઠળ દારૂ આવતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

અમિત ચાવડાએ કહ્યું કે દારૂ પકડાય છે કે આવવા દેવામાં આવે છે તે મોટો સવાલ છે. આ મુદ્દે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ વળતો જવાબ આપતા કહ્યું કે ભૂતકાળમાં ખટારા ભરીને દારૂ ગુજરાતમાં આવતો હતો. ગુજરાત પોલીસ અને અન્ય એજન્સીઓએ ડ્રગ્સની બદીને નાથવા કડક કાર્યવાહી કરી છે. જેથી વિદેશી ડ્રગ ડીલરને પેડલરો મળતા નથી.

પાકિસ્તાનના સૌથી મોટા ડ્રગ ડીલર સલીમના દીકરાએ પેડલર ના મળતા ડિલિવરી કરવા આવવું પડ્યું હતું. ગુજરાત પોલીસે 14થી વધારે કેસમાં ઓપરેશન પાર પાડીને ઓડિશાના ગાંજા વેપારી કે અન્ય સ્થળેથી ડ્રગ્સ ડીલરોને ઝડપ્યા છે. કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ સાથે મળીને નશાખોરીના નેટવર્કને ધ્વસ્ત કરવા કામ કરી રહી છે.

ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ- ગાંધીનગર

આ પણ વાંચો: Breaking News: સીંગતેલના ભાવમાં ફરી વધારો, 10 દિવસમાં વધ્યા 60 રૂપિયા, ત્રણ હજારને નજીક પહોંચ્યો ડબ્બાનો ભાવ

Published on: Mar 18, 2023 09:41 AM