Gujarati Video: દ્વારકાના હર્ષદ ગામમાં બીજા દિવસે પણ દબાણ હટાવવાની કામગીરી યથાવત્, જુઓ Video

|

Mar 12, 2023 | 6:17 PM

પ્રથમ દિવસે લગભગ 1.97 કરોડની કિંમતની અંદાજીત 3.70 લાખ સ્કેવર ફૂટ જમીન પરના દબાણ દૂર કરવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અનઅધિકૃત બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું છે. રહેણાંક, કોમર્શિયલ, ધાર્મિક સહિત 102 જેટલા દબાણો દૂર કરાયા હોવાની માહિતી મળી રહી છે.

પ્રસિદ્ધ યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલિશન પાર્ટ-2 શરૂ કરવામાં આવ્યું છે. મેગા ઓપરેશનના 5 માસ બાદ ફરી એકવાર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. બેટ દ્વારકા બાદ હવે હર્ષદ ગાંધવીમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. હરસિધ્ધિ માતાજીના મંદિર નજીકના આસપાસના વિસ્તારમાં હજારો ફૂટ ગેરકાયદે દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન શરૂ કરાયું છે. જેમાં સંબંધિત દબાણકારોને અગાઉ નોટિસો બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અનઅધિકૃત બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું છે. રહેણાંક, કોમર્શિયલ, ધાર્મિક સહિત 102 જેટલા દબાણો દૂર કરાયા હોવાની માહિતી મળી રહી છે.

પ્રથમ દિવસે લગભગ 1.97 કરોડની કિંમતની અંદાજીત 3.70 લાખ સ્કેવર ફૂટ જમીન પરના દબાણ દૂર કરવામાં આવ્યા છે. એસપી, મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા કલ્યાણપુર મામલતદાર સહિતના અધિકારીઓની રાહબારી હેઠળ 6 જેટલા વાહનો મારફતે મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે સંભવત આગામી ચાર પાંચ દિવસ ચાલશે એવું જાણવા મળી રહ્યુ છે.

ગેરકાયદે બાંધકામ વિસ્તાર દરીયાઇ પટ્ટી નજીક હોવાથી ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી ઉપર સતત ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. દરિયા કિનારે પ્રાઇવેટ બોટ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખૂણે ખૂણે ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત અદ્યતન ટેકનોલોજીથી સજ્જ વ્રજ મોબાઇલની બે ગાડીઓ દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

આ સાથે જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેયના નિરીક્ષણ હેઠળ મેગા ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં DYSPના માર્ગદર્શન હેઠળ 20 PI, 50 PSI દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે તથા ગાંધીનગરની 1 SRPની ટીમ અને 800 પોલીસ કર્મીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Published On - 6:15 pm, Sun, 12 March 23

Next Video