Gujarati Video : વડોદરાના ડભોઇમાં કમોસમી વરસાદના પગલે અનેક પાકોને નુકસાન, પાક નુક્સાનીની ખેડૂતોની માગ
ખેડૂતોનો આક્ષેપ છે કે તેમનો પાસ સરકાર ખરીદશે તેવી બાંહેધરી પછી પણ પાકની ખરીદી નથી કરવામાં આવી. જેથી ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે.આ સ્થિતિમાં ખેડૂતોની માગ છે કે તેમને પાક નુકસાનીનું વળતર મળે.
ગુજરાતમાં (Gujarat) હવામાન વિભાગે(IMD) કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં કમોસમી વરસાદ(Rain) થયો. જેને કારણે ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન થયું છે.. જેમાંથી ડભોઈ તાલુકાના ખેડૂતો પણ બાકાત નથી.ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે કૂકડ, વઢવાણા, બોરિયદ તેમજ તાલુકાના અન્ય ગામોના ખેડૂતોની હાલત એક સાંધે અને તેર ટુટે જેવી થઈ છે.કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે મકાઈ, બાજરી એરંડા, કપાસ સહિતના પાકનો સોથ વળી ગયો. એક તરફ માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે.
ત્યાં બીજી તરફ ખેડૂતોનો આક્ષેપ છે કે તેમનો પાસ સરકાર ખરીદશે તેવી બાંહેધરી પછી પણ પાકની ખરીદી નથી કરવામાં આવી. જેથી ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે.આ સ્થિતિમાં ખેડૂતોની માગ છે કે તેમને પાક નુકસાનીનું વળતર મળે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…