સાબરકાંઠામાં IAS અધિકારી નીતિન સાંગવાનને બંધક બનાવી માર મારવાની ઘટના સર્જાતા બ્યૂરોક્રસીમાં ચર્ચાનો વિષય બની છે. પોલીસે હુમલો કરનાર 12 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે. ત્રણ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. તો બીજી તરફ આરોપીએ IAS નીતિન સાંગવાન સામે પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી છે. જેથી IAS અધિકારી નીતિન સાંગવાનને માફી પત્ર લખ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.એટલું જ IAS અધિકારી નીતિન સાંગવાન નશાની હાલતમાં અપશબ્દો બોલ્યાં હોવાનો પણ આરોપીએ આક્ષેપ કર્યો છે. મહત્વનું છે કે ફિશરીઝ નિયામક તરીકે નીતિન સાંગવાન ધરોઇ ડેમમાં માછલી પકડવાના અપાયેલા કોન્ટ્રાક્ટના ચેકિંગ માટે ગયા હતા. ત્યારે કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો.
આપને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ ગુજસેલના CEO કેપ્ટન અજય ચૌહાણે સરકારી વિમાનનો અંગત હેતુ માટે ઉપયોગ કર્યો હોવાનો ખૂલાસો થતા તેમની પાસેથી ચાર્જ છીનવી લઈ IAS નીતિન સાંગવાનને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. આ ચાર્જ સંભાળ્યા બાદ ફિશિંગ કમિશનર IAS નીતિન સાંગવાન સાબરકાંઠા અને મહેસાણાની સરહદે આવેલા ધરોઈ જળાશય પર વિઝિટ માટે ગયા હતા. આ સમયે સબસિડી ચુકવણીના ઈન્સ્પેક્શન સમયે મંડળીના કેટલાક શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો.
આ પણ વાંચો: સાબરકાંઠા અને અરવલ્લી માટે સારા સમાચાર, સાબર યુનિવર્સિટીનુ સપનુ જલદી સાકાર થશે, હુડા લાગુ કરાશે
આરોપીઓએ તેમની સાથે બોલાચાલી બાદ હુમલો કર્યો અને પેટના ભાગે ઈજા પહોંચાડી હતી. આ હુમલા અને ઝપાઝપી બાદ ફિશરીઝ કમિશનર નીતિન સાંગવાનને કલાકો સુધી બંધક બનાવ્યા હતા. જેમા પોલીસે પોલીસે તેમને મહામુસીબતે છોડાવી 3 આરોપીઓને દબોચી લીધા હતા. આ હુમલામાં સામેલ પાંચ શખ્સો સહિત 12 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે. અને ત્રણ આરોપીની ધરપકડ કરી પોલીસે ત્રણેયના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.