Gujarati video : CM ભૂપેન્દ્ર પટેલે MLA ક્રિકેટ લીગ 2022-23 કરાવ્યો પ્રારંભ, ફાઇનલ મેચ 28મી માર્ચે રમાશે

સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2022-23નું ટાઈમ ટેબલ જાહેર કરાયું છે. જેમાં ધારાસભ્યો અને મીડિયા મિત્રો મળીને 10 ટીમ ટૂર્નામેન્ટ રમશે. તારીખ 27 અને 28 માર્ચ દરમિયાન આ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ધારાસભ્યોની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કુલ 10 ટીમ રમશે.

| Edited By: | Updated on: Mar 21, 2023 | 9:58 AM

રાજકીય પીચ પર આરોપ પ્રત્યારોપની બેટિંગ કરતા રાજનેતાઓ ક્રિકેટની પીચ ઉપર જોવા મળ્યા હતા. ગાંધીનગરમાં MLA ક્રિકેટ લીગ 2022-23નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિધાનસભા ગૃહમાં એકબીજા ઉપર શાબ્દિક પ્રાહર અને આક્ષેપ કરતા ધારાસભ્યોએ ક્રિકેટની પીચ ઉપર ચોગ્ગા છગ્ગા ફટકાર્યા હતા.

ગાંધીનગરમાં MLA ક્રિકેટ લીગ 2022-23નો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ થયો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બોલિંગ અને બેટિંગ કરી મેચની શરૂઆત કરાવી હતી. ગાંધીનગરના સેક્ટર 21 ખાતે બનાવાયેલા નવા ક્રિકેટ સ્ટેડિમયમાં ‘સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2022-23’નું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્યોની ટીમમાં વિધાનસભાના અધિકારી અને કર્મચારીઓ પણ જોડાયા. આપને જણાવી જઈએ કે, આ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ધારાસભ્યોની 9 ટીમ બની છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટીમના નામ પણ નદીઓના નામ પર રાખવામાં આવ્યા છે. મહત્વનું છે કે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર ધારાસભ્યોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 28 માર્ચે રમાશે.

ધારાસભ્યોએ ક્રિકેટની પીચ ઉપર કરી ફટકાબાજી

સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2022-23નું ટાઈમ ટેબલ જાહેર કરાયું છે. જેમાં ધારાસભ્યો અને મીડિયા મિત્રો મળીને 10 ટીમ ટૂર્નામેન્ટ રમશે. તારીખ 27 અને 28 માર્ચ દરમિયાન આ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ધારાસભ્યોની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કુલ 10 ટીમ રમશે.  મેચમાં સાબરમતી, નર્મદા, સરસ્વતી, તાપી, વિશ્વામિત્રી, મહીસાગર, બનાસ, ભાદર અને મીડિયા ટીમો રમશે. ખાસ વાત છે કે વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને નર્મદાની ટીમના કેપ્ટન બનાવાયા છે.