Gujarati Video: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદે બાંધકામ પર ફરી વળ્યું બુલડોઝર, પોલીસ કાફલો ખડેપગે, જુઓ Video

|

Mar 11, 2023 | 6:47 PM

તંત્ર અને જિલ્લા પોલીસના જવાનો તમામ પ્રકારની તૈયારીઓ કરીને બંદર પર પહોંચ્યા અને ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવ્યું હતું . આ કામગીરી 4થી 5 દિવસ ચાલવાની છે તેના પગલે હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ડિમોલિશનની કામગીરીને પગલે જિલ્લાના દરિયાઇ વિસ્તારોમાં ધામા નાંખ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એક વાર ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા યાત્રાધામ હર્ષદમાં પણ તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામમાં 1500થી વધુ પોલીસ જવાનો  જોડાયા છે.

પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હર્ષદમાં દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ડિમોલિશનની કામગીરી 4 થી 5 દિવસ ચાલે તેવી શક્યતા છે. ડિમોલિશન પહેલા દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા હર્ષદ ગામમાં ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.

દ્વારકાના હર્ષદ ગામમાં પોલીસ કાફલો ખડેપગે

તંત્ર અને જિલ્લા પોલીસના જવાનો તમામ પ્રકારની તૈયારીઓ કરીને બંદર પર પહોંચ્યા અને ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવ્યું હતું. આ કામગીરી 4થી 5 દિવસ ચાલવાની છે તેના પગલે હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ડિમોલિશનની કામગીરીને પગલે જિલ્લાના દરિયાઇ વિસ્તારોમાં ધામા નાંખ્યા છે.

દ્વારકામાં મેગા ડિમોલિશનની કામગીરી

આ  મેગા ડિમોલિશન અંગે દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ પલસાણિયાએ જણાવ્યું હતું કે, ગેરકાયદે ઉભા કરવામાં આવેલા 60 કોમર્શિયલ, 150 રહેણાંક અને 7 અન્ય બાંધકામ ઉપર બુલડોઝર ફરી વળશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના વડપણ હેઠળ સ્થાનિક રેવન્યુ સ્ટાફ દ્વારા વિવિધ પ્રકારના દબાણો પર ડિમોલિશન કાર્ય કરવાની કામગીરીનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું.

Next Video