માનહાનિ કેસના ચુકાદામાં રાહુલ ગાંધીને બે વર્ષ સજા ફટકારવામાં આવી છે. જે પછી રાજકીય પક્ષો તરફથી અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે. ત્યારે ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ રાહુલ ગાંધીને થયેલી સજા અંગેનું નિવેદન સામે આવ્યુ છે. સી.આર. પાટીલે કોર્ટના ચુકાદાને આવકાર્યો છે.
સજાની જાહેરાત બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું રાહુલ ગાંધી મુદ્દે મોટું નિવેદન સામે આવ્યું છે. પાટીલે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીએ આખા સમાજને બદનામ કર્યો હતો. કોર્ટના ચુકાદાને આવકારતા પાટીલે આશા વ્યક્ત કરી કે હવે ફરી રાહુલ આવી ભૂલ નહીં કરે, જોકે પાટીલે કટાક્ષ કર્યો કે જો ફરી રાહુલ આવી ભૂલ કરશે તો તેનુ નુકસાન રાહુલ ભોગવવું પડશે.
બીજી તરફ સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીને કોર્ટે સંભળાવેલી સજાને આવકારી છે. જો મામલા અંગે વિગતે વાત કરીએ તો કર્ણાટક ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો.