Gujarati Video : બિપરજોય વાવાઝોડા બાદ નુક્સાનીનો સરવે શરૂ, સરકાર ઝડપથી સહાય આપશે
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને વેરાવળ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદના લીધે નુકસાન થયું છે.આ ઉપરાંત અનેક જિલ્લાઓમાં વાવાઝોડાના પગલે થયેલા કમોસમી વરસાદના લીધે ખેતરોમાં પાણી ભરાયા છે .
Ahmedabad : ગુજરાતમાં(Gujarat)બિપરજોય વાવાઝોડાએ વેરેલા વિનાશ બાદથી નુકસાનીનો સરવે શરૂ કરી દેવાયો છે.. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Cm Bhupendra Patel) કહ્યું કે સરવે બાદ તરત જ રાજ્ય સરકાર એક રાહત પેકેજ જાહેર કરાશે અને અસરગ્રસ્ત લોકોને સરકાર ઝડપથી સહાય પહોંચાડશે. CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રજાને કંઈ પણ નુકશાન થયું હોય સરકાર હંમેશા સાથે ઉભી રહેશે.
વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. તેમજ સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી હતી. તંત્ર દ્વારા કુલ એક લાખથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને વેરાવળ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદના લીધે નુકસાન થયું છે.
આ ઉપરાંત અનેક જિલ્લાઓમાં વાવાઝોડાના પગલે થયેલા કમોસમી વરસાદના લીધે ખેતરોમાં પાણી ભરાયા છે . તેમજ અનેક પાકને નુકશાન થયું છે. જેના પગલે ખેડૂતો નુકસાન સામે વળતરની માગ કરી રહ્યા છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો