Gujarati Video : Bhavnagar : ડમીકાંડમાં 32 આરોપીઓ પૈકી એક પોલીસ કર્મચારી અને તેના ભાઈનો પણ સમાવેશ, સમગ્ર કાંડની તપાસ માટે SIT રચાશે

|

Apr 16, 2023 | 1:00 PM

Bhavnagar: ભરતી પરીક્ષામાં ડમીકાંડ કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવશે. ડમીકાંડની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ માટે SIT બનાવવામાં આવશે. જ્યારે ગઈકાલે શનિવારે પકડાયેલા ચારેય આરોપીના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાશે અને ચારેય આરોપીના બેંક વ્યવહારોની પણ તપાસ કરાશે.

ભાવનગર ભરતી પરીક્ષામાં થયેલા ડમીકાંડની તપાસમાં રોજ નીતનવા ચોંકાવનારા ખૂલાસા થઈ રહ્યા છે. જેમા 32 આરોપીઓમાં એક પોલીસ કર્મચારી અને તેના ભાઈનો સમાવેશ થાય છે. બગદાણા પોલીસ મથકના પોલીસકર્મી દિનેશ બટુકભાઈ પંડ્યા આરોપી છે. પોલીસકર્મી અને તેનો ભાઈ ભદ્રેશ પંડ્યા ફરાર છે. ભાવનગર પોલીસ તેના જ પોલીસકર્મીની હાલ શોધખોળ કરી રહી છે. બીજી તરફ આ કેસમાં પોલીસ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.

ડમીકાંડની તપાસ માટે SITની કરાશે રચના

આ સમગ્ર કેસના તપાસ માટે SITની રચના કરવામાં આવશે. રેન્જ IG અને SP સહિતના અધિકારીઓની અધ્યક્ષતામાં રચના SITની રચના કરવામાં આવી શકે છે. તો વધુ પુરાવા એકત્ર કરવા માટે ઝડપાયેલા ચારેય આરોપીઓના ઘરે પોલીસ સર્ચ ઓપરેશન હાથ ધરશે. જેમાં તેઓના બેંક વ્યવહારોની પણ તપાસ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે ડમીકાંડના વધુ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ભાવનગર SOG, LCB અને ફર્લો સ્કોર્ડ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. કામગીરી માટે પોલીસે કુલ 10 ટીમોને કામગીરી સોંપાઇ છે.

આ પણ વાંચો: Gujarati Video: ડમીકાંડને લઇને યુવરાજના નજીકના બીપીન ત્રિવેદીનો વીડિયો વાયરલ, યુવરાજ પર લગાવ્યો ખંડણીનો આરોપ, યુવરાજસિંહે તમામ આરોપો ફગાવ્યા

કરાઈ એકેડમીમાં તાલીમ લઈ રહેલા યુવકે ડમી ઉમેદવારે તરીકે આપી પરીક્ષા

ભાવનગર ડમીકાંડની પોલીસ તપાસમાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. કરાઈ એકેડેમીમાં તાલીમ લઈ રહેલા યુવકે ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હોવાનો ખુલાસો થયો છે. અક્ષર બારૈયાની જગ્યાએ સંજય પંડ્યાએ પરીક્ષા આપી હોવાનો ખુલાસો સામે આવતા તપાસ એજન્સીઓ સતર્ક બની છે. વર્ષ 2022માં ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષા ડમી તરીકે આપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપનાર સંજય પંડ્યા હાલ કરાઈ એકેડેમીમાં તાલીમ લઈ રહ્યો છે. ત્યારે ભાવનગર પોલીસે બન્ને યુવકોને આરોપી બનાવીને વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video