Gujarati Video: બનાસકાંઠામાં થરાદમાં એસ. ટી. બસ થાંભલા સાથે અથડાઇ, કોઇ જાનહાની નહિ

| Edited By: | Updated on: May 11, 2023 | 9:00 AM

ગુજરાતના બનાસકાંઠામાં થરાદમાં એસ. ટી. બસ થાંભલા સાથે અથડાઇ હતી. જેના પગલે આસપાસ લોકોના ટોળા એકત્ર થયા હતા. તો બીજી તરફ લોકો ડ્રાયવર નશાની હાલતમાં બસ ચલાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નથી.

ગુજરાતના (Gujarat) બનાસકાંઠામાં થરાદમાં એસ. ટી. બસ(ST Bus)  થાંભલા સાથે અથડાઇ હતી. જેના પગલે આસપાસ લોકોના ટોળા એકત્ર થયા હતા. તો બીજી તરફ લોકો ડ્રાયવર નશાની હાલતમાં બસ ચલાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નથી.

આ ઉપરાંત આજે અમદાવાદમાં  વહેલી સવારે અકસ્માત થવાની ઘટના સામે આવી છે. દૂરદર્શન ટાવર પાસે વહેલી સવારે ત્રિપલ અકસ્માત થયો હતો. 2 કાર અને એક ટુ-વ્હીલર વચ્ચે ટક્કર થઇ હતી. આ ઘટના બાદ એક કારમાં આગ લાગી હતી. તો અકસ્માતમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જે પછી ઈજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તો બીજી તરફ ફાયર બ્રિગેડની ટીમે કાર પર લાગેલી આગ પર કાબૂ મેળવ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…