Gujarati Video: Banaskantha: પાલનપુરમાં આરોગ્ય વિભાગની ટીમે હાથ ધર્યુ ચેકિંગ, 1200 કિલો અખાદ્ય મરચાનો જથ્થો સીઝ

| Edited By: | Updated on: May 05, 2023 | 4:49 PM

Banaskantha: પાલનપુરના બાદરપુરામાં આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યુ. જેમાં આરોગ્ય વિભાગની ટીમને અખાદ્ય લાલ મરચાંનો જથ્થો મળી આવ્યો હતો. ચેકિંગ માટે આવેલી ટીમે લાલ ચટણીના 1230 કિલો જથ્થાને સીઝ કર્યો છે.

બનાસકાંઠાના પાલનપુરના બાદરપુરામાં પણ આરોગ્ય વિભાગની (Food Department) ટીમે ચેકિંગ હાથ ધર્યું. બાદરપુરા ગામમાં આવેલી બેકરીની દુકાનમાં અખાદ્ય ચીજવસ્તુને લઇ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમને લાલ ચટણીનો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. જેથી લાલ ચટણીના 1230 કિલોના જથ્થાને સીઝ કરાયો છે. સાથે સાથે 64 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. બીજી તરફ ગામીત પાર્લરમાં ગંદકીને લઇ ફૂડ વિભાગે નોટિસ આપશે. ફૂડ વિભાગની ટીમ પાર્લર માલિકને ઇમ્પ્રુમવેટ નોટિસ આપશે.

આ પણ વાંચો: Gujarati Video: બનાસકાંઠાના વડગામમાં અચાનક રિવર્સમાં ચાલવા લાગી ગાડી, એક વ્યક્તિનો આબાદ બચાવ

લાલ ચટણીના સેમ્પલ FSLમાં મોકલાયા

બાદરપુરામાં આવેલ પાર્લરમાં ફુડ વિભાગે ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમા ફુડ વિભાગે લાલ ચટણીના સેમ્પલ લીધા હતા. ફુડ વિભાગની તપાસમાં આ સેમ્પલ અનસેફ જણાયા છે. આ ચેકિંગ દરમિયાન કુલ 1230 કિલોના જથ્થા સાથે કુલ 64 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. હાલ ફુડ વિભાગે ચટણીના સેમ્પલ FSLમાં મોકલ્યા છે. આ સેમ્પલની ચકાસણી થશે ત્યારબાદ વધુ કાર્યવાહી થશે.

ઈનપુટ ક્રેડિટ- અતુલ ત્રિવેદી- બનાસકાંઠા 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

  ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published on: May 05, 2023 04:40 PM