Gujarati Video: ખેડૂતો માટે માઠા સમાચાર, આગામી ત્રણ દિવસ ફરી વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ

|

Mar 28, 2023 | 5:35 PM

Ahmedabad: રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર આવ્યા છે. આગામી ત્રણ દિવસ ફરી કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ખેડૂતો પર માવઠાનું સંકટ છે.

ખેડૂતો માટે ફરી માઠા સમાચાર મળ્યા છે. રાજ્યના અનેક વિસ્તારમાં ફરી માવઠાની આગાહી કરાઈ છે. 24 કલાક બાદ રાજ્યમાં વરસાદ રહેવાની શક્યતા છે. 29, 30 અને 31 માર્ચે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં વરસાદની શક્યતા છે.

ગુજરાતના જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 અને 30 માર્ચે અમદાવાદ, ગાંધીનગરમાં કમોસમી વરસાદ વરસી શકે છે. જ્યારે 31 માર્ચે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે. આગામી 3 દિવસ 3 ડિગ્રી જેટલું તાપમાન વધે તેવી શક્યતા છે. જ્યારે કેટલાક વિસ્તારમાં પવન અને ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી રહેશે.

આ પણ વાંચો: World Meteorological Day : અમદાવાદમાં વિશ્વ હવામાન દિવસની હવામાન વિભાગની ઓફીસે ઉજવણી કરાઇ

ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને આપ્યુ મોટું આશ્વાસન

ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતીમાં થયેલા નુકસાન મુદ્દે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને મોટું આશ્વાસન આપ્યું છે. સાબરકાંઠાના હિંમતનગરના કાંકણોલની મુલાકાત દરમિયાન ખેડૂતોએ સીએમ પટેલને રજૂઆત કરી હતી. ખેડૂતની રજૂઆત હતી કે સરકાર તાલુકા મુજબ નહીં, પરંતુ ગામડા પ્રમાણે કમોસમીથી થયેલા નુકસાનનો સરવે કરાવીને આર્થિક સહાય ચૂકવે છે. ખેડૂતના આ તર્કને સીએમ પટેલે આવકાર્યો અને ખેડૂતના સુચનને ધ્યાને લઇને સર્વે કરાવવાની વાત કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Next Video