Gujarati Video: વડોદરાના ભાયલી અને ચકલી સર્કલ પર પીગળ્યો ડામર, વાહનચાલકો અને રાહદારીઓ થયા પરેશાન, કોન્ટ્રાક્ટરે ડામર પર નાખી ધૂળ

|

Apr 17, 2023 | 6:32 PM

Vadodara: શહેરના ભાયલી અને ચકલી સર્કલ પર ડામર પાથરવામાં કોઈ કળા કરી ગયુ હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. શહેરની સડકો એવી છે કે ચાલો તો બૂટ-ચપ્પલ ચોંટી જાય. વાહનો સ્લીપ થઈ જાય. ત્યારે રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે.

વડોદરાના રસ્તા પર ચાલો તો બૂટ-ચપ્પલ ચોંટી જાય. વાહનો સ્લીપ થઈ જાય ત્યારે સવાલ એ છે કે શું આ ડામર પાથરવામાં કોઈએ કળા કરી છે. વડોદરા શહેરના ભાયલી અને ચકલી સર્કલ વિસ્તારમાં આજે જ રસ્તા પરનો ડામર પીગળી રહ્યો છે. અગાઉ આ જ સ્થિતિ ફતેપુરા વિસ્તારમાં સર્જાઈ હતી. ત્યારે સવાલ એ છે કે શું કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે. કાળઝાળ ગરમી પડવાની શરૂ થાય છે અને રસ્તાઓ પરનો ડામર પીગળી જાય છે. વાહન લઈને નીકળો તો ટાયર ચોંટી જાય. વાહનો પર ડામર ચીપકી જાય. જો કોઈ રાહદારી હોય તો તેના પગરખાં ચોંટી જાય. લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને કોર્પોરેશન સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

વાત માત્ર એક વિસ્તાર પુરતી સિમિત નથી. શહેરના ચકલી વિસ્તારની પણ આ જ સ્થિતિ છે. અહીં પણ ભાયલી વિસ્તારની જેમ ડામર પીગળી રહ્યો છે. કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરની કામગીરીની પોલ ખુલી તો તેના પર ધૂળ નાખવાનો થયો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે. તેણે રેતી નાખીને ઓગળતા ડામરને છુપાવવાનો પ્રયાસ કર્યો. લોકો પરેશાન છે, ત્રાહિમામ છે. પરંતુ સવાલોના જવાબ આપનારા કોઈ નથી.

આ પણ વાંચો: Tender Today : વડોદરાના પ્રોજેક્ટ ઇમ્પ્લીટેશન યુનીટ દ્વારા 11 કામ માટે ટેન્ડર જાહેર, લાખો રુપિયામાં ટેન્ડર જાહેર

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

રોષે ભરાયેલા લોકો કોર્પોરેશન પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય કે, સામાન્ય તાપમાનમાં જ શા માટે પીગળે છે રસ્તો? તાપમાન 40 ડિગ્રીને પાર થશે ત્યારે કેવા હાલ થશે? શું ખરાબ કામગીરીને કારણે પીગળે છે રસ્તા? ઉતાવળે કામ પુરું કરવાની લ્હાયમાં હલકી ગુણવત્તાના રસ્તા બનાવાય છે? શું કોન્ટ્રાક્ટર પુરતી તકેદારી નથી રાખતા? શું આવા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી થશે કે તંત્ર ભીનું સંકેલી લેશે?

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article