Gujarati video: વિશાલા સર્કલ પાસે AMTS ની બસ બની બેફામ, વાહનોને લીધા અડફેટે, જુઓ CCTV ફૂટેજનો Viral video

|

Mar 20, 2023 | 9:49 PM

પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં એક બાળકી તેમજ અન્ય એક વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે વિશાલા સકર્લથી પસાર થતી AMTSની બસ પૂરપાટ ઝડપે આવી હતી અને લોડિંગ ટેમ્પો તેમજ રિક્ષા સહિતના વાહનોનો ઝપેટમાં લીધા હતા.

અમદાવાદમાં આજે બપોરના સમયે જુહાપુરા અને ગુપ્તાનગરની વચ્ચે આવેલા વિશાલા સર્કલ પાસે મોટી જાનહાનિ ટળી હતી. બપોરના સમયે AMTSની એક બસે ધડાધડ વાહનોનો અડફેટે લીધા હતા જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં એક બાળકી તેમજ અન્ય એક વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે વિશાલા સકર્લથી પસાર થતી AMTSની બસ પૂરપાટ ઝડપે આવી હતી અને લોડિંગ ટેમ્પો તેમજ રિક્ષા સહિતના વાહનોનો ઝપેટમાં લીધા હતા. દુર્ઘટના બાદ ઘટનાસ્થળના વીડિયો પણ વાઈરલ થયા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે બસની ટક્કર વાગતા ટેમ્પો આડો થઈ ગયો હતો અને ત્યાં ઉભેલી રિક્ષાની છત પણ તૂટી ગઈ હતી. તેમજ પાસે ઉભેલી બે કારને પણ નુકસાન થયું છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

અમદાવાદના ઓગણજમાં પશુની કનડગતની ઘટના આવી સામે

અમદાવાદના ઓગણજમાંથી એવી ઘટના સામે આવી છે, જેને જોનારા સવાલ પૂછે કે જાનવર કોણ છે? કારણ કે પ્રાણીઓ સાથે એવી પજવણી કરાઈ છે કે, પશુપ્રેમીઓ દ્રવી ઉઠશે. અહીં અસામાજિક તત્વોએ મધરાતે પશુઓની પજવણી કરી હતી. પશુઓની પજવણીનાં દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. ગાય અને ઘોડી જેવા પશુઓની પજવણી કરવામાં આવી હતી.  આ મામલે જમીન માલિકે અનેક વખત પોલીસને ફરિયાદ કરી હોવાનો દાવો કરાયો છે. એટલે સુધી કે, જમીન માલિકે CM, ગૃહ વિભાગ, પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી છે.

Published On - 9:11 pm, Mon, 20 March 23

Next Article