Gujarati Video : રાજકોટમાં છેલ્લા 6 વર્ષમાં ખાનગી શાળાઓએ બેફામ ફી વધારો કર્યો હોવાનો આક્ષેપ, જુઓ Video

|

Feb 22, 2023 | 1:35 PM

રાજકોટની આર.કે.સી શાળામાં ધો-12 વિજ્ઞાન પ્રવાહની ફી 2.04 લાખ હોવાનો દાવો થઇ રહ્યો છે.એસ.એન.કે શાળામાં જુનિયર કેજીની ફી 1.99 લાખ સુધી પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટમાં છેલ્લા 6 વર્ષમાં ખાનગી શાળાઓએ બેફામ ફી વધારો કર્યો હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. ખાનગી શાળાઓએ 5 હજારથી લઇને 55 હજારનો ફી વધારો કર્યો હોવાનો આક્ષેપ છે. રાજકોટની આર.કે.સી શાળામાં ધો-12 વિજ્ઞાન પ્રવાહની ફી 2.04 લાખ હોવાનો દાવો થઇ રહ્યો છે.

આ પણ વાંચો : રાજકોટના સ્થાનિકોનો અનોખો વિરોધ, પાવડા-તગારા લઈ ઉતર્યા રસ્તા પર, CM વિજય રૂપાણીને કહ્યું, “આ માગ પૂરી ના કરો તો અહીં મત માગવા આવતા નહીં”

એસ.એન.કે શાળામાં જુનિયર કેજીની ફી 1.99 લાખ સુધી પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. તથા નિર્મલા કોન્વેન્ટ શાળાએ ધો-11 સાયન્સમાં વર્ષ 2022-23 માટે 54 હજાર 920નો ફી વધારો કર્યો હોવાનો દાવો થઇ રહ્યો છે. વર્ષ 2017-18માં ખાનગી શાળાઓ બેફામ ફી વસૂલી ના શકે તે માટે ફી રેગ્યુલેટરી કમિટી બનાવાઇ હતી.

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ

પરંતુ આ કમિટીના નિયમોનું યોગ્ય પાલન ન થતુ હોવાનો કોંગ્રેસ નેતા આક્ષેપ કરી રહ્યા છે. કોંગ્રેસ ફી વધારા મુદ્દે વિરોધ તો કરી રહ્યું છે પરંતુ તેમાં પણ જૂથવાદ જોવા મળી રહ્યો છે. એક જ મુદ્દે કોંગ્રેસના બે સંગઠનોએ અલગ અલગ રજૂઆત કરતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.

કોંગ્રેસના વિરોધને જોતા તંત્ર પણ સક્રિય થઇ ગયું અને સમગ્ર મામલે FRC કમિટીના સભ્ય અજય પટેલે સ્પષ્ટતા કરી હતી. અજય પટેલે જણાવ્યું કે આ વર્ષે કોઇ ફી વધારો કરવામાં આવ્યો નથી તથા જે હુકમ છે તે વર્ષ 2021-22, 2022-23, 2023-24થી લાગુ કરવામાં આવ્યો છે. આ મામલે શાળા અને વાલીઓ વચ્ચે ગેરસમજના કારણે સમસ્યા થઇ હોવાનું પણ તેમને જણાવ્યું છે.આ સાથે તેમને ફી વધારાની રજૂઆતને ધ્યાને લેવા પણ બાંહેધરી આપી છે.

Next Article