Gujarati Video : 100 કરોડના ગોલ્ડ ટ્રેડિંગ કૌભાંડના રૂપિયા કોની પાસે પહોંચ્યા? તપાસ એજન્સીઓ હજુ અજાણ!!! ED અને IT જેવી એજન્સીઓ ઇન્વેસ્ટિગેશનમાં જોડાઈ શકે છે

|

Mar 30, 2023 | 11:52 AM

દુબઈ કનેક્શન ધરાવતી ઠગ ટોળકી દેશના 16 રાજ્યમાં સેંકડો હાઈપ્રોફાઈલ લોકો પાસેથી 100 કરોડ કરતા વધુ રૂપિયા પડાવી લીધા છે. આ મામલે ભરૂચ પોલીસે ગેંગનો પર્દાફાશ કર્યા બાદ 96 લોકોએ પોલીસનો સંપર્ક કર્યો છે. ભરૂચ સાઇબર ક્રાઇમ દ્વારા કૃષ્ણકુમાર ઉર્ફે બિંદુ કમલેશ કુમાર તિવારી નામના કોટક મહિન્દ્રા બેંકનાં અધિકારીની ધરપકડ કરવામાં આવી છે.

ભરૂચના ચકચારી ગોલ્ડ ટ્રેડિંગ કૌભાંડમાં ઠગાઇનો આંકડો એક અબજને પાર પહોંચ્યા બાદ હવે આ મામલાની તપાસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીઓ જોડાઈ શકે છે. સૂત્રો અનુસાર આંતરરાષ્ટ્રીય કૌભાંડની આગામી તપાસમાં ED અને IT જેવી એજન્સીઓ ભૂમિકા ભજવી શકે છે. હાલમાં ઝડપાયેલા 6 શખ્શો માત્ર 2-5 હજાર માટે રેકેટમાં મહત્વનો રોલ અદા કરતા હતા. આ પૈસા કોના સુધી પહોંચ્યા? તેનો જવાબ હજુ સુધી પોલીસ શોધી શકી નથી. આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં મૂળ સુધી પહોંચવા રાષ્ટ્રીય એજન્સીઓ સક્રિય થાય તેવા સંકેત મળી રહયા છે.

દુબઈ કનેક્શન ધરાવતી ઠગ ટોળકી દેશના 16 રાજ્યમાં સેંકડો હાઈપ્રોફાઈલ લોકો પાસેથી 100 કરોડ કરતા વધુ રૂપિયા પડાવી લીધા છે. આ મામલે ભરૂચ પોલીસે ગેંગનો પર્દાફાશ કર્યા બાદ 96 લોકોએ પોલીસનો સંપર્ક કર્યો છે. ભરૂચ સાઇબર ક્રાઇમ દ્વારા કૃષ્ણકુમાર ઉર્ફે બિંદુ કમલેશ કુમાર તિવારી નામના કોટક મહિન્દ્રા બેંકનાં અધિકારીની ધરપકડ કરવામાં આવી છે.  કૃષ્ણકુમાર અને તેના જેવા અન્ય બેંકના ભ્રષ્ટ કર્મચારીઓની મદદથી હાઈપ્રોફાઈલ લોકોના નામ અને કોન્ટેક્ટ નંબર મેળવવામાં આવતા હોવાની પોલીસને શંકા છે.

પોલીસને ચકમો આપવા માટે રૂપિયા અલગ – અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી મુખ્ય સૂત્રધાર સુધી પહોંચાડવામાં આવે છે. ટોળકી દરેક સફળ શિકાર બાદ મોબાઈલ નંબર અને વેબસાઈટ બદલી નાખે  છે. આખું રેકેટ દુબઈથી ઓપરેટ  થતું હોવાનું અત્યારસુધીની તપાસમાં બહાર આવ્યું છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 11:52 am, Thu, 30 March 23

Next Article