Gujarati Video : દર્દીઓના ભોજનમાં શ્વાન દ્વારા મોઢું મારવાના કેસમાં કાર્યવાહી, ભોજન પહોંચાડનાર કોન્ટ્રાક્ટર એજન્સીનો કર્મચારી સસ્પેન્ડ

| Edited By: | Updated on: May 26, 2023 | 12:49 PM

Vadodara : સયાજી હોસ્પિટલના સર્જીકલ બિલ્ડિંગમાં દર્દીઓના ભોજનમાં શ્વાન મોઢું નાખતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. સમગ્ર ઘટના સપાટી પર આવતા સયાજી હોસ્પિટલના અધિક્ષક ડો. રંજન ઐયરએ કરી હતી તપાસ સમિતિની રચના કરી હતી.

વડોદરામાં (Vadodara) દર્દીઓના ભોજનમાં રખડતા શ્વાન (Stray dog) દ્વારા મોઢું મારવાના વાયરલ વીડિયોના (Viral video) કેસમાં હવે સયાજી હોસ્પિટલના (Sayaji Hospital) સત્તાધીશોએ કાર્યવાહી કરી છે. હોસ્પિટલ અધિક્ષકે તપાસ સમિતિના રિપોર્ટ બાદ હોસ્પિટલમાં ભોજન પહોંચાડનાર કોન્ટ્રાક્ટર એજન્સીના કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો-Gujarati Video : વડોદરામાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર માટે તૈયારીઓ પૂરજોશમાં, સુરક્ષામાં 500થી વધુ પોલીસકર્મીઓ ખડેપગે રહેશે

મહત્વપૂર્ણ છે કે સયાજી હોસ્પિટલના સર્જીકલ બિલ્ડિંગમાં દર્દીઓના ભોજનમાં શ્વાન મોઢું નાખતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. સમગ્ર ઘટના સપાટી પર આવતા સયાજી હોસ્પિટલના અધિક્ષક ડો. રંજન ઐયરએ કરી હતી તપાસ સમિતિની રચના કરી હતી. સાથે જ કોન્ટ્રાકટર ડી.જી. નાકરાણીને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. જોકે અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય કે હોસ્પિટલમાં રખડતું શ્વાન કેવી રીતે ઘુસ્યું. કેમ સિક્યોરિટીના ધ્યાને આ ક્ષતિ ન આવી. શું હોસ્પિટલ સત્તાધીશો સુરક્ષામાં ખામી મુદ્દે કાર્યવાહી કરશે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો