Gujarati Video: મહેસાણાના સતલાસણા પોલીસ સ્ટેશનમાં આરોપીએ આત્મ હત્યાનો પ્રયાસ કર્યો, સારવાર માટે હોસ્પિટલમાં દાખલ

|

May 04, 2023 | 11:06 PM

ગુજરાતમાં મહેસાણામાં પોલીસ સ્ટેશનના આરોપીએ આત્મ હત્યાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના મહેસાણાના સતલાસણા પોલીસ સ્ટેશનમાં બની છે. જેમાં દારૂના ગુનામાં પકડાયેલા આરોપીએ આત્મ હત્યાનો પ્રયાસ કર્યો છે.

ગુજરાતમાં મહેસાણામાં પોલીસ સ્ટેશનના આરોપીએ આત્મ હત્યાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના મહેસાણાના સતલાસણા પોલીસ સ્ટેશનમાં બની છે. જેમાં દારૂના ગુનામાં પકડાયેલા આરોપીએ આત્મ હત્યાનો પ્રયાસ કર્યો છે. જો કે આરોપીના આત્મ હત્યાના પ્રયાસ બાદ તેને સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જયા ડૉક્ટર દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી છે. તેમજ પોલીસ સ્ટેશનમાં આત્મ હત્યાનો પ્રયાસ કરવા પાછળનું કારણ હજુ જાણવા નથી મળ્યું. તેમજ પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :  Surat : સકંજામાં આવ્યો દેશનો સૌથી મોટો GST ચોર, 2700 કરોડની GST ચોરી મુદ્દે સુફિયાન કાપડિયાની ધરપકડ

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 11:06 pm, Thu, 4 May 23

Next Video