Gujarati Video: નડિયાદ નગરપાલિકાની ઓટો વિભાગની ઓફિસમાં મધરાતે ભભુકી ભીષણ આગ, તમામ દસ્તાવેજો, ફર્નિચર બળીને ખાખ

|

Feb 07, 2023 | 11:12 PM

Kheda: નડિયાદ નગરપાલિકાની ઓટો વિભાગની ઓફિસમાં મધરાત્રે અચાનક ભીષણ આગ ભભુકી ઉઠી હતી. આ આગમાં તમામ ડોક્યુમેન્ટ્સ, દસ્તાવેજો, ફાઈલો અને ફર્નિચર બળીને ખાખ થયુ છે.

ખેડાની નડિયાદ નગરપાલિકા કચેરીના ઓટો વિભાગની ઓફિસમાં મધરાતે આગ ભભૂકી ઉઠી. આ દુર્ઘટનામાં ઓટો વિભાગના તમામ દસ્તાવેજ, ખુરશીઓ અને ફર્નિચર બળીને રાખ થઈ ગયું. ઓટો વિભાગના મોટાભાગના વાહનોના રેકર્ડ, હિસ્ટ્રી રજીસ્ટર અને R.C. બુક બળી ગયા છે.

આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ત્વરિત કાબૂ મેળવી લીધો હતો. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. મોડી રાત્રે શોર્ટ સર્કિટ થઈ હોવાનું અનુમાન છે. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. જેમાં સંપૂર્ણ ઓફિસ બળી ગઈ હતી.

ઓટો વિભાગના તમામ રેકર્ડ, હિસ્ટ્રી રજિસ્ટર, આરસીબુક, લોગસીટ સહિતના દસ્તાવેજો ખાખ

નડિયાદ નગરપાલીકામાં આવેલ ઓટો વિભાગની ઓફિસમાં આગ લાગી હોવાનું ધ્યાને આવતાં કર્મચારીઓ દોડતાં થઈ ગયા હતા. આગની જાણ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ ઓલવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે આગ બંધ ઓફીસમાં અગાઉ કેટલાક કલાકોથી લાગેલ હોવાના કારણે ઓટો વિભાગની ઓફિસના તમામ ડોક્યુમેન્ટ્સ સહિત ફર્નિચર બળીને ખાખ થઇ ગયા હતા.

આ પણ વાંચો: Gujarati Video : ખેડાના ધરોડા ગામમાં બિસ્માર રસ્તાથી ગ્રામજનો પરેશાન, રજૂઆતો ધ્યાને ન લેવાતા ગ્રામજનોનો વિરોધ

આગના કારણે ઓટો વિભાગના લગતા તમામ રેકર્ડ, હિસ્ટ્રી રજીસ્ટર, લોગસીટ, આર.સી બુક તમામ બળીને ખાખ થઇ ગયા છે. શોર્ટ સર્કિટના કારણે ઓફિસમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ફાયર વિભાગે દ્વારા કરવામાં આવ્યું છે. મોડી રાત્રે આગ લાગતા સવારે ધ્યાને આવ્યું હતું.

Next Video