ગાંધીનગરના રામકથા મેદાનમાં આજે એક સાથે 10 હજાર લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. ગાંધીનગરના રામકથા મેદાનમાં ધર્મપરિવર્તન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જુદા જૂદા 10 રાજ્યોના લોકો પહોંચ્યા હતા. આ ધર્મપરિવર્ન પહેલા અડાલજના ત્રિ-મંદિરથી ગાંધીનગર સુધી જંગી વાહન રેલી યોજાઈ હતી. રેલીમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તેમજ દેશના જુદા જુદા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આ પણ વાંચો-વરુણ ધવનની ભત્રીજી અંજિની ધવન સામે કેટરિના પણ ફેલ, બતાવ્યા જોરદાર ડાન્સ મૂવ્સ, જુઓ Video
આ કાર્યક્રમમાં 100થી વધુ બસ લઈને લોકો આવ્યા હતા. સ્વયં સૈનિક દળ સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સ્વયં સૈનિક દળ સંગઠનના આગેવાનના જણાવ્યા મુજબ બૌદ્ધ ધર્મમાં કોઈ જાતના પાખંડવાદ, જાતિવાદ કે અસ્પૃશ્તાવાદ નથી. આ ધર્મ સભ્યતા સમાનતાનો ધર્મ છે.
મહત્વનું છે કે, 14 એપ્રિલ 1956માં બાબા સાહેબ આંબેડકરે નાગપુરની ધરતી પરથી દોઢ લાખથી વધુ સમર્થકો સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. ત્યારે બાબા આંબેડકરની 132મી જન્મજયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં લોકોએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો છે.
SSDના આગેવાને જણાવ્યું કે, SC, ST, OBC સાથે સમાજમાં જાતિવાદ, જ્ઞાતિવાદ, અસ્પૃશ્યતાના ભેદભાવની ઘટના ચરમસીમાએ પહોંચી છે. તે જોતા જાતિવાદના વાડા તોડી તમામ લોકો સમાનતા, આત્મ સન્માન સાથે જીવી શકે તે માટે આ પ્રકારે ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે, તેવો આગેવાનનો દાવો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…