Gujarati Video : સુરતમાં હીરાના વેપારીઓ સાથે 1.20 કરોડની છેતરપિંડી, હીરાને બદલે ગુટખા પધરાવી દીધા
સુરતમાં હીરાના છ વેપારીને ચૂનો લગાવી 1.20 કરોડની ઠગાઈ કરનારો દલાલ પોલીસના સકંજામાં આવ્યો છે. મહિધરપુરાના હીરા વેપારી સાથે સંબંધો કેળવીને ઠગ રાહિલ માંજે ઠગાઈ આચરી હતી. રાહીલે પહેલા ડાયમંડ પેકેટના પૂરતા નાણાં આપ્યા છે. જે બાદ વિશ્વાસ કેળવાઈ જતા વધુ વેપારીઓ સાથે વ્યવહાર શરૂ કર્યો હતો
ગુજરાતના સુરતના મહિધરપૂરા હીરા બજારમાં હીરાના ઠગાઇની ઘટના સામે આવી છે. જેમાં હીરાના વેપારીઓને હીરાને બદલે ગુટખાના ટુકડા મૂકીને છેતરપિંડી કરી હતી. જેમાં વેપારીઓ સાથે કુલ 1.20 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે. જયારે મળતી માહિતી મુજબ હીરા વેપારી સાથે દૂરના સબંધી દલાલે જ ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત આ ઠગબાજે અન્ય વેપારીઓને પણ ઠગ્યા હોવાનું બહાર આવ્યું છે. જો કે વેપારીઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરાઈ છે.
હીરા વેપારી રૂષભ વોરા સાથે 30 લાખની ઠગાઈ કરી
સુરતમાં હીરાના છ વેપારીને ચૂનો લગાવી 1.20 કરોડની ઠગાઈ કરનારો દલાલ પોલીસના સકંજામાં આવ્યો છે. મહિધરપુરાના હીરા વેપારી સાથે સંબંધો કેળવીને ઠગ રાહિલ માંજે ઠગાઈ આચરી હતી. રાહીલે પહેલા ડાયમંડ પેકેટના પૂરતા નાણાં આપ્યા છે. જે બાદ વિશ્વાસ કેળવાઈ જતા વધુ વેપારીઓ સાથે વ્યવહાર શરૂ કર્યો હતો,.પાર્સલમાં હીરાના બદલે ગુટખાના ટુકડા મકીને છેતરપિંડી આચરી હતી. રાહીલે હીરા વેપારી રૂષભ વોરા સાથે 30 લાખની ઠગાઈ કરી તો અન્ય 5 વેપારીઓને 1.20 કરોડનો ચૂનો લગાવ્યો.
રાહિલે અન્ય કેટલા શખ્સો સાથે ઠગાઈ આચરી છે તેનો ખુલાસો થશે
આ ઠગાઈ મામલે રૂષભ વોરાની ફરિયાદના આધારે મહિધરપુરા પોલીસે રાહિલ માંજની ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે..,, પોલીસની પૂછપરછ દરમિયાન રાહિલે અન્ય કેટલા શખ્સો સાથે ઠગાઈ આચરી છે તેનો ખુલાસો થશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…