રાજકોટ વરસાદ :  રાજકોટ પંથકમાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ, શિયાળુ પાકને નુકસાનની ભીંતિ, જુઓ વીડિયો

રાજકોટ વરસાદ : રાજકોટ પંથકમાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ, શિયાળુ પાકને નુકસાનની ભીંતિ, જુઓ વીડિયો

| Updated on: Nov 26, 2023 | 12:26 PM

રાજકોટના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તો જસદણ પંથકના વિરનગર, મોટા દડવા. કમળાપુર, કોઠી, કનેસરા સહિતના વિસ્તારોમાં વરસાદનો માહોલ જોવા મળ્યો છે. તો કોઠી ગામે ધોધમાર વરસાદ પડ્યો છે.તેમજ લીલાપુરમાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

બંગાળની ખાડીમાં સક્રિય સાઈક્લોનિક સરકયુલેશનનો ટ્રફ રાજસ્થાનથી લઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠા સાથે લંબાયેલો છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાથી રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનો માહોલ જોવા મળ્યો હતો.તો રાજકોટના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

તો જસદણ પંથકના વિરનગર, મોટા દડવા. કમળાપુર, કોઠી, કનેસરા સહિતના વિસ્તારોમાં વરસાદનો માહોલ જોવા મળ્યો છે. તો કોઠી ગામે ધોધમાર વરસાદ પડ્યો છે.તેમજ લીલાપુરમાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. તો ગાજવીજ અને વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોના ઉભા પાકને નુકસાનની ભીંતિ જોવા મળે છે. તો ધાણા, ચણા,જીરા સહિતના પાકને નુકસાનની ભીંતિ છે.

તો ધોરાજી તેમજ રાજકોટના શહેરી વિસ્તારની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં ગોંડલ રોડ,ઢેબર રોડ, થોરાળા, કોઠારીયા વિસ્તારમાં માવઠું જોવા મળ્યું હતુ. ભારે વરસાદ સાથે અમુક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યુ છે. તો કમોસમી વરસાદના પગલે શિયાળુ પાકને નુકસાન જવાની ભીંતિ જોવા મળી રહી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 26, 2023 09:37 AM