આજનું હવામાન : ગુજરાતવાસીઓ સ્વેટર કાઢીને થઈ જાવ તૈયાર, 2-3 ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના, જુઓ વીડિયો

આજનું હવામાન : ગુજરાતવાસીઓ સ્વેટર કાઢીને થઈ જાવ તૈયાર, 2-3 ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના, જુઓ વીડિયો

| Updated on: Nov 28, 2023 | 7:54 AM

આજથી રાજ્યમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટે તેવી શક્યતા છે. વરસાદી સિસ્ટમને તાપમાનનો પારો ગગડ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાંથી ભારે વરસાદનું સંકટ દૂર થયુ છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે. અમદાવાદ, અમરેલી, ડાંગ, ગીર સોમનાથ, જામનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળે તેવી સંભાવના છે. તો આજથી રાજ્યમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટે તેવી શક્યતા છે. વરસાદી સિસ્ટમને તાપમાનનો પારો ગગડ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાંથી ભારે વરસાદનું સંકટ દૂર થયુ છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે અમદાવાદ, અમરેલી, ડાંગ, ગીર સોમનાથ, જામનગર ,કચ્છ, ખેડા,રાજકોટ, તાપી સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો વડોદરા, સુરેન્દ્રનગર, પાટણ, નર્મદા, મોરબી,છોટાઉદેપુર, ભરુચ, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે. તો ભાવનગર,જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 25 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો આણંદ, બોટાદ, પંચમહાલ,મહીસાગર સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 28, 2023 07:18 AM