આજનું હવામાન : રાજ્યભરમાં રહેશે વાદળછાયું વાતાવરણ,ઠંડીના પ્રમાણમાં ઘટાડાની સંભાવના, જુઓ વીડિયો
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સમયમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી નથી. તો તાપમાનમાં 2 દિવસ કોઈ પણ પ્રકારની ફેરફાર જોવા મળશે નહિ.તો હવા ઓછી ચાલવાને કારણે ઠંડીનો અનુભવ ઓછો થાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાતાવરણ સૂકું રહે તેવી શક્યતા છે. જો કે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સમયમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી નથી. તો તાપમાનમાં 2 દિવસ કોઈ પણ પ્રકારની ફેરફાર જોવા મળશે નહિ.તો હવા ઓછી ચાલવાને કારણે ઠંડીનો અનુભવ ઓછો થાય તેવી શક્યતા છે. તો આગામી સમયમાં મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળે તેવી સંભાવના છે. તો વાદળને કારણે ઠંડી ઓછી લાગે તેવી સંભાવના છે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લી, દાહોદ સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી રહે તેવી સંભાવના છે. તો અમદાવાદ, આણંદ, ભાવનગર, છોટાઉદેપુર, જામનગર, કચ્છ, ખેડા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી રહે તેવી સંભાવના છે. તેમજ બનાસકાંઠા, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ,સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી રહે તેવી સંભાવના છે.
તો બનાસકાંઠા,કચ્છ, મહીસાગર, પાટણ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ અમદાવાદ, આણંદ, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, મોરબી, મહેસાણા, પંચમહાલ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
