Gujarat Rain : આજે હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ,ખેડા, વડોદરા જેવા જિલ્લાઓમાં ન્યૂનત્તમ તાપમાન 29 ડિગ્રી રહેશે. તો બીજી તરફ અમદાવાદ,અમરેલી,ગાંધીનગર, ખેડા,સુરત જેવા જિલ્લાઓમાં દિવસ દરમિયાન 36 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે બોટાદ જિલ્લામાં રાજ્યનું સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન રહેશે, જુઓ Video
આ તરફ આણંદ, અરવલ્લી, દાહોદ,મહિસાગર, મોરબી, નર્મદા, નવસારી, સુરેન્દ્રનગર અને તાપી સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. શનિવારે બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, પંચમહાલ, પોરબંદરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહે તેવી સંભાવના છે. ગીર સોમનાથ, જુનાગઢ જેવા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે.
મહેસાણા અને પાટણમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહે તેવી સંભાવના છે. તો બોટાદમાં 37 ડિગ્રી તાપમાન રહે છે. તો દાહોદ, ડાંગ અને પોરબંદર જેવા જિલ્લાઓમાં ન્યૂનત્તમ તાપમાન 25 ડિગ્રી રહે તેવી સંભાવના છે.
તો આ તરફ આણંદ, અરવલ્લી,ભરુચ, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર,કચ્છ, મહીસાગર, મોરબી, નવસારી,રાજકોટ, સાબરકાંઠા,સુરત,તાપી અને વલસાડ જેવા જિલ્લાઓમાં ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યવાસીઓને ચોમાસાની રાહ જોવી પડે તેવી સંભાવના છે. આગામી 5 દિવસને લઈ રાજ્યમાં ચોમાસાને લઈ કોઈ શક્યતા નથી. હવામાન વિભાગ અનુસાર ચોમાસુ હાલ ઓડિશા સુધી પોહચ્યું છે. આગામી 5 દિવસ વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે. આગામી થોડાક દિવસો ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, બનાસકાંઠા અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં છુટો છવાયો વરસાદ વરસવાની સંભાવના છે.