Gujarat Weather Forecast : દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયો વરસાદની સંભાવના, જુઓ Video

|

Sep 21, 2023 | 8:44 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં આજે છૂટાછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. તો આ તરફ આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.અમદાવાદ, અમરેલી, આણંદ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

Weather Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં આજે છૂટાછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. તો આ તરફ આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ કોઈ સિસ્ટમ સક્રિય નહિં હોવાના કારણે ભારે વરસાદ પડવાની શક્યતા નહિવત છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે રાજ્યમાં બનાસકાંઠા સહિત 5 જિલ્લાઓમાં અપાયુ રેડ એલર્ટ, જુઓ Video

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, ભાવનગર, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ ભરુચ, છોટાઉદેપુર, દાહોદ, ગીર સોમનાથ, જુનાગઢ, કચ્છ, ખેડા સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ બોટાદ, જામનગર, પાટણ,સુરત, તાપી,વલસાડ સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video