Gujarat Weather Forecast : આજે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના, જુઓ Video

| Edited By: | Updated on: Aug 03, 2023 | 7:50 AM

હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ યથાવત્ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો પવનની ગતિમાં વધારો થતાં વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

Weather Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ યથાવત્ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો પવનની ગતિમાં વધારો થતાં વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં 4 અને 5 ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 4 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદ પડે તેવી સંભાવના, જુઓ Video

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે અમદાવાદ, ભાવનગર, બોટાદ, દેવભૂમિદ્વારકા, જામનગર, ખેડા સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ આજે ગીર સોમનાથ, જુનાગઢ, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા અને વલસાડ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ અમરેલી, આણંદ, ભરુચ, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો