Gujarat Weather Forecast: આજે રાજ્યના જુદા-જુદા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના, જુઓ Video
આજે સોમવારે રાજ્યના જુદા- જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે હાલમાં કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેના પગલે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવો વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
Weather Forecast : હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આપેલી આગાહી અનુસાર આજે સોમવારે રાજ્યના જુદા- જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે હાલમાં કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેના પગલે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવો વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ સુરત, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સોમવારે અમદાવાદ, આણંદ, ભરુચ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, ખેડા, મોરબી સહિતના અનેક જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહેશે. તો આ તરફ આજે વડોદરા, તાપી, સુરત, સાબરકાંઠા, નવસાર, નર્મદા, મહીસાગર, ગીર સોમનાથ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહેશે. તો બનાસકાંઠા, છોટા ઉદેપુર, ગાંધીનગર, જુનાગઢ, મહેસાણા, પંચમહાલ,પોરબંદર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહેશે. તો સુરેન્દ્રનગરમાં 28 ડિગ્રી તાપમાન રહેશે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
