Weather Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદના કોણ અણસાર નથી. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે.
જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. વલસાડ, ડાંગ અને તાપીમાં હળવો વરસાદ વરસે તેવી શક્યતા છે. તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અલ નીનોની અસરને કારણે વરસાદી પેટર્નમાં ફેરફાર જોવા મળ્યો છે.
આ પણ વાંચો : Monsoon 2023 : વરસાદની રાહ જોઇ રહેલા ખેડૂતોને મળશે રાહત ? અંબાલાલ પટેલે આ આગાહી કરી, જૂઓ Videoમાં શું ક્હ્યું
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે અમદાવાદ, અમરેલી,ગાંધીનગર, ખેડા, પાટણ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આણંદ, કચ્છ, મહેસાણા,વડોદરામાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ ડાંગ, પોરબંદર, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
તેમજ સુરેન્દ્રનગર, બોટાદ સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો