Weather Forecast: હવામાન વિભાગ મુજબ આજે ગુરુવારે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ (Monsoon 2023) પડે તેવી સંભાવના છે. તો આગામી 7 દિવસ સુધી વધુ વરસાદ નહીં પડે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જો કે રાજ્યના કેટલાક જિલ્લામાં હળવો અને છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતા છે તો આ તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે અમદાવાદ, આણંદ, દેવભૂમિ દ્વારકા,જામનગર, ખેડા, મોરબી સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. બનાસકાંઠા, ભરુચ, બોટાદ, ડાંગ, ગીર સોમનાથ, મહીસાગર, નર્મદા, નવસારી, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ આજે ગુરુવારે તો અરવલ્લી, ગાંધીનગર, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો કચ્છ જિલ્લામાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો