Gujarat video: ધોકડવા ગામમાં ખજૂરભાઇના હસ્તે આર.ઓ પ્લાન્ટ અને A.C. શૌચાલયનું થયું લોકાર્પણ, જુઓ Video

|

Feb 24, 2023 | 2:51 PM

આ પ્રસંગે ગ્રામજનોએ સમાજ સેવક એભલભાઈ બાંભણીયા તથા  ખજૂરભાઈ નીતિન જાનિનો પણ આભાર માન્યો હતો. કારણ કે ગામમાં ટોઇલેટ જેવી પ્રાથમિક સુવિધા હોવી ખૂબ જ અનિવાર્ય છે  ત્યારે આ  પ્રકારની પહેલને ગ્રામજનોએ વધાવી લીધી હતી. 

ગીર સોમનાથ જિલ્લાના ધોકડવા ગામમાં ગ્રામજનોની સુવિધા માટે એરકન્ડિશન શૌચાલય તથા પીવા માટે આર.ઓ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ ખજૂરભાઈના નામે જાણીતા કલાકાર અને સમાજસેવક નીતિન જાનીના હસ્તે કરવામાં આવ્યું હતું. ધોકડવા ગામના સરપંચ ધોકડવા ગામના સરપંચ પ્રતિનિધિ એભલ બામભણીયા એ જણાવ્યું કે એસી યુક્ત સુસજ્જ શૌચાલય માટે સરકારે ત્રણ લાખ  રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે જો કે ટોટલ ખર્ચ 6 લાખ રૂપિયા થયો છે બાકી ના ત્રણ લાખ રૂપિયા સરપંચ પ્રતિનિધિએ સ્વખર્ચે આપીને ગ્રામજનો માટે ઉત્તમ સુવિધા ઉભી  કરી હતી.

આ પ્રસંગે ગ્રામજનોએ સમાજ સેવક એભલભાઈ બાંભણીયા તથા  ખજૂરભાઈ નીતિન જાનિનો પણ આભાર માન્યો હતો. કારણ કે ગામમાં ટોઇલેટ જેવી પ્રાથમિક સુવિધા હોવી ખૂબ જ અનિવાર્ય છે  ત્યારે આ  પ્રકારની પહેલને ગ્રામજનોએ વધાવી લીધી હતી.

ગીરગઢડાના ધોકડવા ગામે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગીર સોમનાથની રૂ. 3 લાખની ગ્રાન્ટ તેમજ ધોકડવા ગામના મહિલા સરપંચ રેખાબેન એભલભાઈ બાંભણીયાના પતિ સમાજ સેવક એભલભાઈ બાંભણીયા દ્વારા રૂપિયા 3 લાખનું દાન આપીને રૂપિયા 6 લાખનાં ખર્ચે ગીરગઢડાનાં ધોકડવા ગામે આવેલ બસ સ્ટેન્ડ વિસ્તારમાં જાહેર લોકો માટે આધુનુક સુવિધાસભર ગુજરાત રાજ્યનું આ સર્વ પ્રથમ ગ્રામ પંચાયત સંચાલિત એસી શૌચાલય બનાવવામાં આવ્યું હતું.  જેમાં સ્ત્રી-પુરૂષ અને વિકલાંગ વ્યક્તિઓ માટે જુદા જુદા ટોયલેટ બનાવવામાં આવ્યા છે.

આ શોચાલયના લોકાર્પણ પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી  પડયા હતા અને બેન્ડ વાજા સાથે શણગારેલા બાળદ ગાડામાં  બેસાડીને ખજૂરભાઈની શોભાયાત્રા પણ  કાઢવામાં આવી હતી. ખજૂરભાઈએ ગામના રસ્તા ઉપર સર્વે ગ્રામજનોનું અભિવાદન પણ ઝીલ્યું હતું.

Next Video