Gujarat : રાજ્યભરની શાળા-કોલેજોમાં આજથી રસીકરણ મહાઅભિયાન

|

Aug 27, 2021 | 7:30 AM

રાજ્યમાં આજથી સરકારી અને ખાનગી સ્કૂલોમાં રસીકરણ મહાઅભિયાનની શરૂઆત થશે.રાજ્યની ખાનગી અને સરકારી સ્કૂલોમાં 18 વર્ષથી મોટા અને પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓનું રસીકરણ કરાશે.

Gujarat : રાજ્યમાં આજથી સરકારી અને ખાનગી સ્કૂલોમાં રસીકરણ મહાઅભિયાનની શરૂઆત થશે.રાજ્યની ખાનગી અને સરકારી સ્કૂલોમાં 18 વર્ષથી મોટા અને પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓનું રસીકરણ કરાશે. સાથે જ શિક્ષકો, વાલીઓ અને સ્કૂલ સ્ટાફના રસીકરણની પ્રક્રિયા પણ હાથ ધરાશે.

સ્કૂલોમાં રસીકરણ મહાઅભિયાનનો સવારે 10 વાગ્યાથી પ્રારંભ થશે.અને સાંજે 5 વાગ્યા સુધી રસીકરણની કામગીરી કરાશે. મહત્વપૂર્ણ છે કે રસીકરણ માટે કોવિન એપ દ્વારા સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરીને રસી આપવામાં આવશે. તો સ્કૂલોમાં રસીકરણ ઝૂંબેશ અંતર્ગત અમદાવાદની 67 જેટલી સરકારી અને ખાનગી સ્કૂલોમાં રસીકરણ અભિયાન હાથ ધરાશે.અને વિદ્યાર્થીઓ સહિત શૈક્ષણિક સ્ટાફને કોરોના કવચ પુરૂ પાડવામાં આવશે.

સ્કૂલોમાં રસીકરણ મહાઅભિયાન
રાજ્યભરની શાળા-કોલેજોમાં આજથી રસીકરણ મહાઅભિયાન શરૂ થશે. ભારત સરકારના દિશા નિર્દેશોનો રાજ્ય સરકાર દ્વારા અમલ કરવામાં આવ્યો છે. જેથી રાજયના તમામ જિલ્લાઓની શાળા-કોલેજોમાં રસીકરણ કેમ્પ યોજવામાં આવશે. કોવિન એપ દ્વારા સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરી રસી અપાશે. રસીકરણ માટે જિલ્લાઓમાં વધારાના રસીના ડોઝની ફાળવણી કરવામાં આવી છે. 5મી સપ્ટેમ્બર સુધી શાળા-કોલેજોમાં રસીકરણ પૂર્ણ કરવાનો નિર્ધાર વ્યક્ત કરાયો છે.

નોંધનીય છેકે કોરોના મહામારીમાં સૌથી વધારે ચિંતા બાળકો અને કિશોરોની રહે છે. અને નિષ્ણાતોના મંતવ્યો પ્રમાણે ત્રીજી લહેર બાળકો અને કિશોરોને સૌથી વધારે અસર કરે તેવું અનુમાન છે. જેથી ત્રીજી લહેરની અગમચેતીરૂપે સરકાર દ્વારા સ્કુલોમાં રસીકરણ મહાભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેથી ત્રીજી લહેર સામે બાળકો અને કિશોરોને કોરોના સામે રક્ષણ આપવી પડશે.

 

Next Video