VACCINATION : ગુજરાતમાં 15 થી 18 વર્ષના 35 લાખથી વધુ બાળકોના રસીકરણ અંગે થઇ શકે છે મહત્વની જાહેરાત

|

Dec 27, 2021 | 6:19 PM

Vaccination for children : આવતી કાલે 28 ડિસેમ્બરે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ અને તમામ રાજ્યના આરોગ્ય વિભાગની વીડિયો કોન્ફરન્સ થવાની છે.

GANDHINAGAR : દેશમાં અને ગુજરાતમાં બાળકોના રસીકરણ અંગે મોટા સમાચાર આવ્યા છે. વડપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના રસીકરણની જાહેરાત કર્યા બાદ ગુજરાત સહિત દેશભરના વાલીઓને મનમાં સતત આવી રહેલા સવાલના જવાબ આવતીકાલ સાંજ સુધી સ્પષ્ટ થશેકારણ કે, આવતી કાલે 28 ડિસેમ્બરે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ અને તમામ રાજ્યના આરોગ્ય વિભાગની વીડિયો કોન્ફરન્સ થવાની છે.

આ વીડિયો કોન્ફરન્સમાં 15થી 18 વર્ષના કિશોરોના રસીકરણ અંગેના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. કાલ સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે, કિશોરેને કેવી રીતે રસીકરવામાં કરવામાં આવશે.ગુજરાતમાં 35 લાખથી વધુ કિશોરોને રસીકરણ કરવામાં આવશે ત્યારે તે મુજબની ગાઈડલાઈન કાલ સાંજ સુધીમાં સામે આવી જશે.

ઉલ્લેખનીય છે કે 25 ડિસેમ્બરે વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પોતાના આ સંબોધનમાં તેમણે રસીકરણ અંગેની કેટલીક જાહેરાતો કરી હતી એમાં એક જાહેરાત આ પણ હતી કે આવનારા વર્ષ 2022માં 3 જાન્યુઆરીથી દેશમાં 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત વડાપ્રધાને 10 જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60થી વધુ ઉંમરના કો-મોર્બિડ નાગરિકોને પ્રીકોશન ડોઝ એટલે કે બુસ્ટર ડોઝ આપવાની પણ જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું, ગુજરાત આવીને જ શ્રીકૃષ્ણ ‘દ્વારિકાધીશ’ બન્યા

આ પણ વાંચો : સુન્ની વક્ફ બોર્ડે કહ્યું, “બેટ દ્વારકાના બે ટાપુ અમારા”, હાઈકોર્ટે અરજી ફગાવી લગાવી ફટકાર

Next Video