રાજ્યમાં પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે, 27 જુલાઇથી વરસાદનું જોર ઘટશે: હવામાન વિભાગ

|

Jul 25, 2022 | 3:23 PM

રાજ્યમાં ચોમાસાની (Monsoon 2022) શરુઆતમાં જ સારો એવો વરસાદ વરસ્યો છે. ત્યારે હવે વધુ પાંચ દિવસ વરસાદ (Rain) પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

રાજ્યના હવામાન વિભાગે (Meteorological Department) આગામી 5 દિવસ માટે વરસાદની (Rain) આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 27 જુલાઇથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે. જોકે આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના (Gujarat) શહેરોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ સહિત તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં પણ આજે ભારે વરસાદ વરસી શકે છે.

બે દિવસ બાદ ઘટશે વરસાદનું જોર

રાજ્યમાં ચોમાસાની શરુઆતમાં જ સારો એવો વરસાદ વરસ્યો છે. ત્યારે હવે વધુ પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર 25 અને 26 જુલાઇ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે. તો 27 અને 28 જુલાઇએ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. એટલે કે ખૂબ જ ઓછા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પાડશે. 25 અને 26 જુલાઇ સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ વરસશે. તો વલસાડ, નવસારી, ડાંગ સહિત તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર રાજ્યમાં મેઘ મહેર જોવા મળી રહી છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મેઘાની ધમાકેદાર ઈનિંગ જોવા મળી. તો 24 જુલાઇ સવારે 6 કલાકથી 25 જુલાઇ સવારે 6 સુધીમાં 80 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ તાલુકાઓમાં 1 ઇંચથી લઇને 6 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ બનાસકાંઠામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. વરસાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. બનાસકાઠામાં કાંકરેજમાં બનાસ નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. બુકોલી, ઉંબરી, ખરીયા, દેવપુર, રૂણી સહિતના 33 ગામોને એલર્ટ કરાયા છે. ભારે વરસાદના કારણે ગ્રામજનોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

Next Video