Devbhumi Dwarka: ખંભાળીયાનો જીવાદોરી સમાન ઘી ડેમ છલકાયો, 2 વર્ષ સુધી પીવાના પાણીની સમસ્યા નહીં રહે

|

Aug 16, 2022 | 4:13 PM

દેવભૂમિદ્વારકા (devbhumi dwaraka)જિલ્લાના ખંભાળિયાનો જીવાદોરી સમાન ઘી ડેમ (Ghee Dam) છલકાયો છે. ખંભાળીયા શહેરને પાણી પૂરું પડતો ઘી ડેમ 100 ટકા ભરાઇ ગયો છે.

સમગ્ર રાજ્યમાં વરસાદી (Monsoon 2022) માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સીઝનનો સારો એવો વરસાદ (Rain) વરસ્યો છે. સાથે જ ઉપરવાસમાં વરસેલા વરસાદ પગલે દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયાનો જીવાદોરી સમાન ઘી ડેમમાં પાણીની આવક થઇ રહી છે. જેના પગલે ઘી ડેમ ઓવરફ્લો થયો છે. ઘી ડેમ ઓવર ફ્લો થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઘી ડેમ 100 ટકા ભરાઇ ગયો

દેવભૂમિદ્વારકા જિલ્લાના ખંભાળિયાનો જીવાદોરી સમાન ઘી ડેમ છલકાયો છે. ખંભાળીયા શહેરને પાણી પૂરું પડતો ઘી ડેમ 100 ટકા ભરાઇ ગયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક થતા ઘી ડેમ ઓવરફ્લો થયો છે. ઘી ડેમ 100 ટકા ભરાઈ જતાં ખંભાળીયાને આશરે 2 વર્ષ સુધી પીવાના પાણીની સમસ્યા નહીં રહે. સાથે જ ખંભાળિયા શહેર અને આસપાસના 7 જેટલાં ગામોને પીવાનું તેમજ સિંચાઈનું પાણી પણ મળી રહેશે. ડેમ ઓવરફલો થઇ જવાથી ખંભાળિયા પંથકના નગરજનો અને ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે.

હજુ પાંચ દિવસ વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. જોકે 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે, તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશરને પગલે આગામી 3 દિવસ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દક્ષિણ અને ઉત્તર ગુજરાતના સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારેની શક્યતા છે. તો જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે મોરબી અનેરાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચનાઓ આપવામાં આવી છે.

Next Video