Gujarat Rain : રાજ્યના 16 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ, સૌથી વધુ પંચમહાલના શહેરામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video

|

Sep 17, 2023 | 8:24 PM

રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. તો મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની છે. અનેક ગામોમાં નીચાણવાળા વિસ્તારોના લોકો ફસાયા હતા, ઘરોની અંદર વરસાદી પાણી ઘુસી ગયા છે, ઘરવખરીને તો નુકસાન થયું જ પરંતુ આવામાં રહેવું કેવી રીતે એ જ મોટી સમસ્યા સર્જાઈ છે.

Gujarat Rain :  રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. રાજ્યના 100 તાલુકામાં નોંધપાત્ર વરસાદ (Rain) નોંધાયા છે. જેમાં 16 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો 60 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદની વાત કરીએ તો, પંચમહાલના શહેરામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ગોધરામાં 8 ઈંચ, મોરવાહડફમાં 7 ઈંચ, મહિસાગરના વીરપુરમાં 7 ઈંચ તેમજ તલોદ, બાયડ, પ્રાંતિજમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો Gujarat rain : આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જુઓ Video

બીજી તરફ રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. તો મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની છે. અનેક ગામોમાં નીચાણવાળા વિસ્તારોના લોકો ફસાયા હતા, ઘરોની અંદર વરસાદી પાણી ઘુસી ગયા છે, ઘરવખરીને તો નુકસાન થયું જ પરંતુ આવામાં રહેવું કેવી રીતે એ જ મોટી સમસ્યા સર્જાઈ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video